HomeGujaratમોરબીમાં બુધવારે વધુ 102 કેસ પોઝીટીવ, એક્ટીવ કેસનો આંક 317 પહોચ્યો

મોરબીમાં બુધવારે વધુ 102 કેસ પોઝીટીવ, એક્ટીવ કેસનો આંક 317 પહોચ્યો

મોરબી જીલ્લામાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે મંગળવારે સૌથી વધુ કેસ સામે આવ્યા હતા.આજે મોરબી જીલ્લામાં કુલ 102 કેસ પોઝીટીવ આવ્યા હતા.તાલુકા મુજબ જોઈએ તો મોરબી શહેરમાં 58 અને ગ્રામ્યમાં 27 કેસ સામે આવ્યા હતા તો વાંકાનેર શહેરમાં 9 અને ગ્રામ્યમાં ૩ કેસ આવ્યા હતા.

હળવદ શહેરમાં અને ગ્રામ્ય 1-1 કેસ,ટંકારામાં 2 અને માળીયામાં 1 કેસ સામે આવ્યા હતા મોરબી જીલ્લામાં આજ દિન સુધીમાં એક્ટીવ કેસનો આંકડો 317 પર પહોચી ગયો છે. બીજી તરફ મોરબી શહેરમાં 20,ટંકારામાં 4 અને માળીયામાં 1 મળી કુલ 25 દર્દી ડીસ્ચાર્જ થયા હતા.મોરબી જિલ્લામાં કોરોનાની આજદિન સુધીમાં કુલ 4,52,473 દર્દીઓના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી કુલ 6912 પોઝીટીવ આવ્યા હતા જેમાંથી 6254 દર્દી ડીસ્ચાર્જ થઇ ગયા છે જયારે 87 દર્દીઓના મોત થયા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW