કેરળમાં પત્નીઓની અદલા બદલી માટે ચલાવવામાં આવી રહેલા એક મોટા રેકેટનો ખુલાસો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વ્હોટ્સએપ અને મેસેન્જરના માધ્યમથી ગ્રુપ્સ બનાવાયા હતાં. જેમાં અંદાજે હજારો લોકોને જોડવામાં આવ્યાં હતાં. હસબન્ડ વાઈફ એક્સચેન્જ રેકેટમાં શામેલ 7 લોકોની પોલીસે કોટ્ટાયમથી ધરપકડ કરી લીધી છે. 25થી વધારે લોકો ઉપર પોલીસે નજર રાખી છે.

ધરપકડ ત્યારે થઈ જ્યારે એક મહિલાએ પોતાના પતિ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે કે તે તેણીને અન્ય પુરૂષ સાથે યૌન સંબંધ બનાવવા માટે મજબુર કરી રહ્યાં છે. આ પહેલા કાયમકુલમથી પણ આવી ઘટના સામે આવી છે. આ કેસમાં ચાંગનચેરીના ડેપ્યુટી એસપી આર શ્રીકુમારે કહ્યું છે કે, પહેલા તો તે ટેલીગ્રામ અને મેસેન્જર ગ્રુપ્સમાં શામેલ થતા હતા અને પછી તે એક બીજાને મળતા હતા. અમે ફરિયાદ કરનાર મહિલાના પતિની ધરપકડ કરી છે. તેની પાછળ એકક મોટુ રેકેટ છે અને અમે આ કેસ સાથે સંડોવાયેલા બાકીના આરોપીઓને શોધી રહ્યાં છીએ.

જે લોકોની ધરપકડ કરાઈ છે તે કેરળના અલાપ્પુઝા, કોટ્ટાયમ અને અર્નાકુલમના રહેનારા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તે વાતની પુષ્ટી કરી છે કે રાજ્યમાં ઘણા ઈલીટ ક્લાસના લોકો આ રેકેટનો ભાગ છે. અત્યારસુધીમાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. જ્યારે 25થી વધારે લોકો ઉપર નજર રાખવામાં આવી છે. આવનારા દિવસોમાં ધરપકડનો આંક મોટો થવાની સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. આ રેકેટના વ્હોટ્સએપ ગ્રુપ અને મેસેન્જર દ્રુપમાં 1000થી વધારે સદસ્ય હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.

