HomeGujaratધોરાજી GIDCમાં આગ, મજૂર ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્યા હતા એમાં...

ધોરાજી GIDCમાં આગ, મજૂર ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્યા હતા એમાં થયું…

રાજકોટ જિલ્લાના ધોરાજીના વેગડી GIDC ખાતે આવેલી હરિઓમ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પ્લાસ્ટિકનો કાચોમાલ સળગી જતા 15થી 17 લાખ રૂપિયાનું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે. ધોરાજી નગરપાલિકા ફાયર ફાયટર તરફથી 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટ જિલ્લાના ધોરાડી ખાતે આવેલી જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રે આગ લાગ્યા હોવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી. અહીં મજૂર ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્યા હતા. જેનું એ તણખું ઉડીને બાજુમાં પડેલા પ્લાસ્ટિકના કાચા માલ પર પડતા એકાએક આગ લાગી ગઈ હતી. ગણતરીની સેકન્ડમાં આગ પ્રસરી ગઈ હતી. વિકારળ રૂપ લઈ લીધું હતું. કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ધોરાજી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગને પગલે 15થી 17 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW