HomeGujaratCentral Gujaratઢોલીવુડમાં વધુ બે અભિનેતાઓ આવ્યાં કોરોનાની ઝપેટમાં, લોકોને કરી રહ્યાં છે આ...

ઢોલીવુડમાં વધુ બે અભિનેતાઓ આવ્યાં કોરોનાની ઝપેટમાં, લોકોને કરી રહ્યાં છે આ અપીલ

બોલીવુડ બાદ ઢોલીવુડમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ગઈકાલે ફિલ્મ અભિનેતા હેમાંગ દવેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ આજે વધુ બે ફિલ્મ અભિનેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ગુજરાતી અભિનેતા હેમાંગ દવેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેણે સોશયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લા બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો ટેસ્ટ કરાવી લો.

આ ઉપરાંત દીક્ષા જોશી પણ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. દીક્ષાએ પણ સોશયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા કહ્યું છે કે, 2022માં હું આમ કરીશ… હું દરરોજ વર્કઆઉટ કરીશ, પરંતુ તે હાલમાં કોવિડ પોઝિટીવ છે અને તબીબોએ તેમને શ્રમ કરવાની ના પાડી છે. શું યાર… તાજેતરમાં જ દીક્ષાએ ફિલ્મ લકીરોનું શુટીંગ પૂર્ણ કર્યું છે.

આ ઉપરાંત છેલ્લો દિવસથી ફેમ એક્ટર મિત્ર ગઢવીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. મિત્ર ગઢવીએ આ અંગે સોશયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા કહ્યું છે કે, હેલ્લો પહેલી જાન્યુઆરીએ મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નવુ વર્ષ, નવા પડકારો. મને લાગે છે કે મને તાવ, બેકપેઈન, ગળામાં દુઃખાવો છે. અને મને ખ્યાલ નથી કે તે હળવા લક્ષણો છે કે નહીં તો મહેરબાની કરીને તમે ઘરે જાતે કંઈ પણ ધારી લેતા નહીં. હાલમાં મારી તબિયત સ્વસ્થ છે અને હું આઈસોલેટેડ છું. મારા તબીબે મને આપેલા તમામ પ્રોટોકોલનું હું પાલન કરૂ છું. સાવચેત રહો અને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW