HomeGujarat'ભગવાન' ગોવિંદાને મળીને ઈમોશનલ થયો રણવીરસિંહ,વીડિયો વાયરલ

‘ભગવાન’ ગોવિંદાને મળીને ઈમોશનલ થયો રણવીરસિંહ,વીડિયો વાયરલ

બોલિવૂડ એક્ટર ગોવિંદા તાજેતરમાં રણવીર સિંહના રિયાલિટી શૉના સેટ પર પહોંચ્યો હતો. ગોવિંદાને અહીં જોઈને રણવીરસિંહ ભાવુક થઈ ગયો. પછી તે રડવા લાગ્યો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહ ઘણા કલાકારોને પોતાના રોલ મોડલ માને છે, જેમાં શાહરૂખ, સલમાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. એનર્જી માટે જાણીતા રણવીર સિંહે હવે ગોવિંદાને પોતાનો ‘ભગવાન’ ગણાવ્યો છે.

હાલમાં જ જ્યારે ગોવિંદા રણવીર સિંહ જે શૉ હોસ્ટ કરે છે તે રિયાલિટી શોમાં પહોંચ્યો, ત્યારે રણવીર તેને જોઈને રડવા લાગ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. હકીકતમાં રણવીર સિંહ કલર્સ ટીવીનો રિયાલિટી શો ‘ધ બિગ પિક્ચર’ હોસ્ટ કરી રહ્યો છે. શોમાં ભાગ લેવા માટે ગોવિંદા પણ પહોંચ્યો હતો. રણવીર સિંહે દર્શકોને ગોવિંદાનો પરિચય કરાવ્યો. તેને પોતાનો ભગવાન કહ્યો. આ પછી, શોના સેટ પર ગોવિંદા આવતાની સાથે જ રણવીર તેના પગે પડ્યો અને દંડવત કર્યા હતા. આ પછી રણવીર ભાવુક થઈને રડતો જોવા મળ્યો હતો. આ પ્રોગ્રામનો પ્રમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યો છે. આ પછી, રણવીરે ગોવિંદાના 90ના દાયકાના કેટલાક સુપરહિટ અને લોકપ્રિય ગીતો પર જોરદાર ડાન્સ કર્યો. આ શો દરમિયાન ગોવિંદા પણ ખૂબ જ ફની અંદાજમાં જોવા મળ્યો હતો.

ગોવિંદાની પત્ની સુનીતા, પુત્રી ટીના અને પુત્ર યશવર્ધન પણ વીડિયો કોલ દ્વારા કાર્યક્રમમાં જોડાયા હતા. આ પહેલીવાર નથી જ્યારે રણવીરે ગોવિંદાને પોતાનો આદર્શ ગણાવ્યો હોય. બંને 2014માં આવેલી ફિલ્મ ‘કિલ દિલ’માં પણ સાથે જોવા મળ્યા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ હાલમાં જ તેની ફિલ્મ ’83’માં જોવા મળ્યો હતો જેમાં તેણે કપિલ દેવનું પાત્ર ભજવ્યું હતું. હવે તે આલિયા ભટ્ટ સાથે કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ કરી રહ્યો છે. આ સિવાય રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’ અને દિવ્યાંગ ઠક્કરની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં પણ જોવા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW