HomeNationalસાપે ઈંડા મૂકવાના બદલે ગર્ભમાંથી આપ્યો બચ્ચાને જન્મ, જુઓ વીડિયો

સાપે ઈંડા મૂકવાના બદલે ગર્ભમાંથી આપ્યો બચ્ચાને જન્મ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર સાપના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. સામાન્ય રીતે સાપ ઈંડા મૂકે છે. પરંતુ શું ક્યારેય એવો સાપ જોયો છે કે જેણે ગર્ભમાંથી બાળકને જન્મ આપ્યો હોય. જો નહીં, એક વીડિયો સામે આવ્યો છે જેમાં સાપ ઈંડા મૂકવાના બદલે ગર્ભમાંથી બચ્ચાને જન્મ આપે છે. લાઈવ કેમેરાની સામે લીલા રંગના સાપે પોતાના બાળકને જન્મ આપ્યો. દુનિયાભરના લોકો આ અસાધારણ ઘટના જોઈને ચોંકી ગયા હતા. આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આવું ભાગ્યે જ જોવા મળે છે. જોકે આ વીડિયો ભારતનો નથી. વિદેશનો હોવાનું જાણવા મળ્યું છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લાકડાની ઉપર લીલા રંગનો સાપ વીંટળાયેલો છે. ત્યાર પછી થોડી જ સેકન્ડોમાં તે પોતાના ગર્ભમાંથી બાળકને જન્મ આપવાનું શરૂ કરે છે. આ દરમિયાન, સામે રહેલા લાઇવ કેમેરામાં બધું રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ વીડિયો બ્રાઝિલના એક સ્નેક સેન્ટરનો છે. જ્યાં તે જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. સુશાંત નંદાએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું, ‘આપણે બધા વિચારીએ છીએ કે સાપ ઈંડાં મૂકીને પ્રજનન કરે છે. જોકે બધા નથી. કેટલાક સાપ શરીરની અંદર જમા થયેલા ઈંડામાંથી બાળકોને જન્મ આપે છે. બ્રાઝિલમાં આવું જ કંઈક છે. સોશિયલ મીડિયાનો આ વીડિયો અત્યાર સુધીમાં 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

લગભગ 150 લોકોએ તેને લાઇક કર્યો, જ્યારે તેને અનેક વખત રીટ્વીટ કરવામાં આવ્યો. આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘હા, ભારતમાં પણ અમને કેટલાક વાઇપર જોવા મળે છે જે ઓવોવિપેરસ હોય છે, એટલે કે તેઓ ગર્ભમાંથી બાળકને જન્મ આપે છે, ઇંડામાંથી નહીં.’ આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ અનેક લોકો એના પર કોમેન્ટ કરી રહ્યા છે. જોકે, મોટા ભાગના સાપ આ ઈંડા મૂકીને બચ્ચુ પેદા કરે છે. આ અસાધારણ કહી શકાય એવી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW