એક તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે રાત્રીના રાજ્યમાં કોરોનાના કુલ 634 કેસો સામે આવ્યાં છે. વારંવાર નગરજનોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવે છે. પરંતુ ભાજપના કાર્યકરો જ આ નિયમોનો ઉલાળીયો કરતા હોવાનું સામે આવતા મુખ્યમંત્રીએ કાર્યકરોને આકરા શબ્દોમાં નિયમોનું પાલન કરવાની ટકોર કરી છે.
રાજકોટ ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના ડ્રીમ પ્રોજેક્ટ “લાઇટ હાઉસ” પ્રોજક્ટની મુલાકાત લઈ સમગ્ર કામગીરીની સમિક્ષા કરી હતી. pic.twitter.com/neyPWMXecP
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 31, 2021
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે રાત્રીના સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે કોરોનાના 634 કેસો સામે આવ્યાં છે. ત્યારે આજે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવા માટે ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અઢી કિલોમીટર લાંબા રોડ-શોમાં હકડેઠાઠ ભીડ જોવા મળી હતી. તો મોટાભાગના ભાજપના કાર્યકરો માસ્ક વગરના જ જોવા મળ્યાં હતાં.

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાજપના કાર્યકરોને ટકોર કરતા કહ્યું છે કે, ભાજપના કાર્યકરો પહેલા માસ્ક પહેરે અને નિયમોનું કડકાઈથી પાલન કરવાતા લોકોને કહ્યું છે કે, દંડ કરતા પહેલા આપણે પણ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

