HomeGujaratકાલથી રાજ્યની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં OPD થશે શરૂ, આ 8 સેવાઓનો થશે...

કાલથી રાજ્યની પ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં OPD થશે શરૂ, આ 8 સેવાઓનો થશે પ્રારંભ

રાજકોટ નજીક ખંઢેરીમાં 200 એકરમાં 1200 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનો પ્રારંભ થયો છે. જેમાં કાલથી ઓપીડી શરૂ કરવા માટેના આદેશો આપી દેવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા એઈમ્સનું કામ સમયસર પૂર્ણ કરવા માટે વારંવાર તાકીદ પણ કરાઈ રહી છે. હવે કાલથી ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, પેડિયાટ્રિક સહિતની 8 સુવિધાઓ ઉપલબ્ધ થશે.

રાજકોટ એઈમ્સમાં કાલથી ઓપીડી એટલે કે બાહ્ય રોગ વિભાગ શરૂ થવાનો છે ત્યારે બુધવારે નોન એકેડેમિક સિનિયર રેસિડેન્ટ તબીબોની ભરતીમાં નિમણૂંક પામેલા 17 ઉમેરવારોની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબોનો પણ સમાવેશ કરાયો છે.

ડો.ઋશાંગ દવે (પેથોલોજી વિભાગ), ડો. ટ્વિન્કલ પરમાર (માઇક્રોબાયોલોજી વિભાગ), ડો. રાહુલ ખોખર (સર્જરી વિભાગ), ડો.રિદ્ધિ પરમાર (પેથોલોજી), શિવા પેનતાપતિ (કોમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસન), ડો.જય મોઢા (ડર્મેટોલોજી), ડો. અનુરાગ મોદી (રેડિયોલીજી), ડો.પાયલ વાઢેર (ઇએનટી), ડો.મિલન દવે (એનેસ્થેસિયોલોજી), ડો.મેઘાવી શર્મા (ઓબસ્ટેટ્રીક્સ એન્ડ ગાયનેકોલોજી), ડો.અનેરી પારેખ (પલ્મોનરી મેડિસીન), ડો.રાહુલ ખોખર (જનરલ સર્જરી), ડો.ઉમંગ વડેરા (ઓર્થોપેડીક્સ), ડો.કરણ વાછાણી (જનરલ મેડિસીન), ડો.દેવહુતી ગોધાણી (પીડિયાટ્રીક્સ), ડો. દિશા વસાવડા (સાઇકિયાટ્રિસ્ટ), ડો. હિરલ કારિયા અને ડો.પ્રલ પૂજારી (ડેન્ટિસ્ટ)નો સમાવેશ થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW