HomeGujaratકર્ણાટકમાં છે ગૌવંશ હત્યાનો સૌથી આકરો કાયદો, રાજકોટમાં બોલ્યા પશુપાલન કેબિનેટ મંત્રી

કર્ણાટકમાં છે ગૌવંશ હત્યાનો સૌથી આકરો કાયદો, રાજકોટમાં બોલ્યા પશુપાલન કેબિનેટ મંત્રી

કર્ણાટકના પશુપાલન કેબિનેટ મંત્રી પ્રભુ ચૌહાણ રાજકોટની દ્વિ-દિવસીય મુલાકાતે આવ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલી વિવિધ ગૌશાળાઓ, ગોબર ગેસ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમજ દેશમાં સૌથી કડક ગૌવંશ હત્યા કાયદો પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિઝર્વેશન ઓફ કેટલ એક્ટ 2020 હેઠળ કર્ણાટકમાં પસાર થયો હોવાનો અને આ કાયદા હેઠળ 3થી 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં સૌથી કડક સજા એટલે ગાય દીઠ 50 હજારથી 5 લાખ રૂપિયાના દંડની જોહવાઈ છે. આ કાયદો સમગ્ર દેશમાં બનેલા તમામ કાયદાઓમાંથી સૌથી કડક છે. રાજ્યમાં અત્યારે 188 ગૌશાળામાં પશુદીઠ રૂપિયા 17.5 રૂપિયાની સબસીડી દૈનિક ધોરણેદેવાઈ રહી છે. છેલ્લા 6 મહિનામાં 50 હજાર પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગૌવંશ સુધારણા કાર્યક્રમ હેઠળ ગૌવંશ બ્રીડ સુધારવા ફાળવણી કરાઈ છે અને મંત્રી દ્વારા સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડની પણ રચના કરાઈ છે. કર્ણાટક રાજ્ય દેશમાં 90 લાખ લીટર દુધ પ્રોસેસિંગ સાથે ગુજરાત પછી બીજા ક્રમે આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW