જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખને ગોવા શીપ યાર્ડ લી.ના સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણુંક કરીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની કેન્દ્ર સરકારે સંરક્ષણ વિભાગ હેઠળ આવેલી ગોવા શીપ યાર્ડ લી.માં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણુંક કરી છે. હસમુખ હિંડોચા 1979માં જનતા પાર્ટી યુવા મોરચામાં સક્રિય થયા હતા. 1980માં ભાજપની સ્થાપનાંથી જ પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. બુથ પ્રમુખ, વોર્ડ પ્રમુખથી જામનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે સાત વર્ષ સુધી કાર્ય કર્યું છે. 2006થી 2012 સુધી તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી કરી હતી.

ગોવા શીપ યાર્ડ લી.નું રજીસ્ટ્રેશન અને તેની કોર્પોરેટ ઓફિસ ગોવામાં છે. કંપની આઈએસઓ 9001થી નોંધાયેલા છે. વાર્ષિક રૂ. 1100 કરોડ જેવું માતબર ટર્ન ઓવર ધરાવતી તેમજ 1300થી વધુ એક્ઝીક્યુટીવ તથા નોન એક્ઝીક્યુટીવ કર્મચારી ધરાવતી કંપની છે. નેવી માટે જરૂરી ઉત્પાદનો કરે છે.

