મોરબી શહેર દિન પ્રતિદિન વિકસી રહ્યો હતો. જેના કારણે મોરબીની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે બીજી તરફ આસપાસના ગ્રામ પંચાયત વિસ્તારનો પણ વિકાસ થઈ રહ્યો છે. જેથી શહેરમાં વાહનોની સંખ્યા વધતા ટ્રાફિક જામની સમસ્યા વકરી છે.આ ઉપરાંત વસ્તીની સરખામણીમાં કામગીરી ખૂબ મર્યાદિત હોવાથી મહાનગરપાલીકાનો દરજજો આપવા અગાઉ પણ પછી વખત રજુઆત કરેલ છે. મોરબી સિરામિક ફેક્ટરીઓનું હબ હોય આશરે 1000 કરતા પણ વધાર સિરામિક ફેક્ટરીઓ મોરબીમાં સ્થાપિત થયેલ હોય જેથી અન્ય શહેરો તેમજ અન્ય રાજયોમાંથી કામદારો મોરબીમાં વસવાટ કરતા હોય મોરબીની વસ્તી અનેકગણી વધી રહી છે. તેમજ દેશ-વિદેશથી પણ વ્યાપારીઓ ટાઈલ્સના વ્યાપાર અર્થે આવે છે. સીરામિક પ્રોડકટસની હેરાફેરી માટે ટ્રાન્સપોર્ટેશન પણ વધી ગયું હોય ટૂંક જેવા ભારે વાહનોની મોટી સંખ્યામાં દરરોજ અવર–જવર રહે છે. જેથી ટ્રાફિકની પણ અતિ વિકટ સમસ્યા રહે છે. મોરબીની વસ્તી તેમજ વિકાસ તેમજ મહાનગરપાલીકાની વ્યાખ્યાને ધ્યાને લેતા મોરબીને મહાનગર પાલીકાનો દરજજો મળવા પાત્ર છે. તેમ છતાં જો મહાનગરપાલીકાનો દરજ્જો ન મળે તેમ હોય તો.દિન- પ્રતિદીન શહેરનો વિકાસ થતો હોય રોડ-રસ્તા અને ડ્રેનેજ વ્યવસ્થા આયોજન મુજબ કરવા તેમજ ટ્રાફ્રિકની સમસ્યાનું નિવારણ કરવા ડેવલોપમેન્ટ પ્લાન (D.P.) જરૂરી હોવાથી તત્કાલિક ધોરણે ડેવલપમેન્ટ પ્લાન મંજુરી આપવા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારાએ સીએમને પત્ર લખી વહેલી તકે મહાપાલિકાનો દરજ્જો અથવા ડીપી મંજુર કરવા માંગણી કરવામાં આવી હતી

