HomeGujaratમોરબીમાં રવિવારની સવારે સાયકલોથોનનું આયોજન, બાળકો,યુવાનોએ દોડાવી સાયકલ

મોરબીમાં રવિવારની સવારે સાયકલોથોનનું આયોજન, બાળકો,યુવાનોએ દોડાવી સાયકલ

રાજય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સુશસન સપ્તાહની ઉજવણી કરવા વહિવટી તંત્રને આપેલી સૂચના આપવામાં આવી છે જેના ભાગેરૂપે એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમ અને ઊજવણી નું આયોજન કરવામાં આવી રહ્યુ છે અને તેના ભાગરૂપે પગલે મોરબીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ફીટ ઇન્ડિયાફિટ ગુજરાત ના સંદેશ સાથે સાયકોલોથોન નું આયોજન કર્યું હતું. મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આ સાયકોલોથોન શરૂ થઇ હતી જેને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા,જિલ્લા અરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારિયા કલેક્ટર જે બી પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ જિલ્લા આરોગ્ય અધિકારી ડો જે એમ કતીરાએ લીલી ઝંડી સાથે પ્રશ્સ્થાન કરાવ્યું હતું .સો ઓરડીથી પોસ્ટ ઓફિસ ફાટક સુધી યોજાયેલ આ સાયકોલોથોનમાં યુવાનો અને બાળકો જોશભેર જોડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW