HomeGujaratઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર સતર્ક : ICU અને વેન્ટિલેટર બેડની કરાઈ વ્યવસ્થા

ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર સતર્ક : ICU અને વેન્ટિલેટર બેડની કરાઈ વ્યવસ્થા

  છેલ્લાં 6 મહિના બાદ 111 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર સતર્ક છે. ICU અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ છે. કુલ 87959 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

   રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 16 કેસ સામે આવતા 30 પર આંકડો પહોંચી ગયો છે. 25 ઓમિક્રોન પેસન્ટ હાલ સારવાર હેઠળ છે, 5 દર્દીઓ સ્વસ્થ થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. થોડા સમય પહેલા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ICU વિથ વેન્ટિલેટર સાથેના 6551 બેડ ઉપલબ્ધ છે. 6298 ICU બેડ, 48744 ઓક્સિજન બેડ, 19763 જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બાળકો માટે 597 વેન્ટીલેટર, 1061 ICU, 3219 ઓક્સિજન અને 2342 જનરલ બેડની વ્યવસ્થા ઉભી છે. રેમડેસિવીરનો 334973 સ્ટોક ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પૂરતો સ્ટોક છે.

  રાજ્યમાં 121 RTPCR લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં 58 સરકારી અને 63 પ્રાઇવેટ લેબોરેટરી છે. ગુજરાતમાં 93.3 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો રાજ્યમાં હજુ પણ 3326794 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ 40,31,455 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન પ્રમાણે અમલ કરવા રાજ્ય સરકારને સૂચના આપી છે. આ ગાઈડ લાઈન પ્રમાણે સોસાયટીઓમાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હશે તો સ્થિતિ અતિગંભીર ગણવામાં આવશે. જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 40 ટકા કરતા વધુ લોકો સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ ગણવામાં આવશે.સાથે જ જરૂર પડે ત્યાં ક્લસ્ટર અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે પણ સૂચના આપવામાં આવી છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW