HomeGujaratઓમિક્રોન:ટેસ્ટિંગના પરિણામ ઝડપથી મળે એ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ઓમિક્રોન:ટેસ્ટિંગના પરિણામ ઝડપથી મળે એ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

અમદાવાદ, શુક્રવાર

  ઓમિક્રોન વેરિઅન્ટના વધી રહેલાં કેસ બાદ ટેસ્ટિંગ મુદ્દે રાહતના સમાચાર સામે આવ્યાં છે. હવેથી ઓમિક્રોનના ટેસ્ટિંગના પરિણામ ઝડપથી મળી રહે તે માટે ગુજરાત બાયોટેક લેબે બનાવેલી ટેસ્ટિંગ કિટનો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઉપયોગ ચાલુ કરાયો છે. આ કીટથી 8 કલાકમાં ઓમિક્રોન વેરિઅન્ટનું પરિણામ મળશે. હાલ ઓમિક્રોન ટેસ્ટીગમાં 2થી 3 દિવસ જેટલો સમય લાગે છે. આ સાથે સરકારે નવી ટેસ્ટિંગ કીટના ઉપયોગને મંજૂરી આપી છે.

  રાજ્યમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યારે એવામાં તાજેતરમાં ઓમિક્રોનનાં ટેસ્ટિંગને લઇને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. એટલે કે હવે ઓમિક્રોન ટેસ્ટિંગનો રિપોર્ટ ખૂબ જ ઝડપી આવશે. ઓમિક્રોનનાં કેસમાં વધારો થવો એ સરકાર અને તંત્ર માટે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે એ પણ ખાસ જરૂરી છે કે આ નવા વેરિઅન્ટથી કોઇ સંક્રમિત થાય છે તો તેનો રિપોર્ટ જલ્દીમાં જલ્દી મળી જાય કે જેથી તેને ફેલાવતા રોકી શકાય. જો કે હવે આ નવા ઓમિક્રોન વેરિઅન્ટથી કોઇ સંક્રમિત છે કે નહીં તેનો રિપોર્ટ જલ્દી જ મળી જશે.ગુજરાત બાયોટેક દ્વારા એક એવી કીટને વિકસાવવામાં આવી છે કે જેનાં દ્વારા રિપોર્ટ કર્યા બાદ માત્ર 5 થી 8 કલાકમાં જ ઓમિક્રોન વેરિઅન્ટનું પરિણામ આવી જાય છે. જ્યારે હાલમાં ઓમિક્રોનનાં પરિણામને આવતા 3 દિવસનો સમય લાગે છે. આ ઝડપી ઓમિક્રોન કિટને મંજૂરી આપવામાં આવ્યા બાદ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની ઓળખ જલ્દી થઇ શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW