Tuesday, October 28, 2025
HomeGujaratરાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આમ આદમી પાર્ટીનો આરોપ

રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આમ આદમી પાર્ટીનો આરોપ

રાજ્યમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આમ આદમી પાર્ટીએ આરોપ કર્યો છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.COM ની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો આરોપ કર્યો છે. સેમેસ્ટર-3 નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષા ચાલુ થાય તે પહેલા લીક થઈ ગયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પેપર વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતું થયું હતું તે ગ્રુપનું નામ ‘લવલી યાર’ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પેપર લીકની આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખ ફરિયાદી બન્યા છે.

ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષા નું પેપર ફૂટ્યા બાદ વિવિધ પરીક્ષાઓના કૌભાંડો બહાર આવી રહ્યાં છે. જેનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ હવે રાજકોટના 58 હજાર વિદ્યાર્થીઓની ઊંઘ ઉડાડી દે તેવી ચકચાર ઘટના બની છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COM નું પેપર ફૂટ્યુ છે. આ પેપર ‘લવલી યાર’ નામના વોટ્સએપ ગ્રૂપમા ફરતુ થયુ હોવાની વાત સામે આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. સાથે જ આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા છે. પેપર આવ્યું કયાંથી તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. ગીતાંજલી કોલેજના 88 વિદ્યાર્થીના બનેલા ‘લવલી યાર’ ગ્રુપમાં જે નંબર પરથી પેપર વાયરલ થયું તે વ્યક્તિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી પેપર ફૂટયું જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ વધુ એક પેપર લીક કાંડનો ગઈકાલે ધડાકો કર્યો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું હતું કે, ઇકોનોમિક્સનું B. COM સેમેસ્ટર 3નું પેપર વોટ્સ અપમાં લીક થયુ હતું. સવારે 10 વાગ્યાનો પેપરનો સમય હતો, અને 9 વાગ્યે પેપર લીક થયુ હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page