Tuesday, October 28, 2025
HomeGujaratઆસિત વોરાની માગ કરતા AAP નેતા અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ

આસિત વોરાની માગ કરતા AAP નેતા અને પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ

ગુજરાતમાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ હવે આમ આદમી પાર્ટી રાજ્યભરમાં રાજ્ય સરકારનો વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટી તરફથી આસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ છે. AAP અને પોલીસ વચ્ચે ઘર્ષણની આ બીજી મોટી ઘટના છે. આ પહેલા ગાંધીનગરના કોબામાં આવેલા ભાજપના કાર્યાલય પર આવી જ મારામારી થઈ હતી.

સુરત પોલીસ AAPના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. તો અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ જિલ્લા સેવા સદન ખાતે ક્લેક્ટરને મળીને આવેદનપત્ર આપવા આયોજન કર્યું હતું. પેપરલીક કેસમાં આસિત વોરા સહિતના દોષિતો સામે યુદ્ધના ધોરણે પગલાં લેવા માટે AAP તરફથી માંગ કરવામાં આવી છે. સુરત પોલીસે AAPના હોદ્દેદારોની અટકાયત કરી છે. મહિલાઓને પણ ટીંગાટોળી કરીને પોલીસ વાન સુધી લઈ જવાયા હતા. આમ આદમી પાર્ટી ક્લેક્ટરને આવેદનપત્ર આપવા જાય એ પહેલાં જ પોલીસે એની ધરપકડ કરી લીધી હતી.

જેના કારણે મોટો હોબાળો થયો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર AAPના તમામ કાર્યકર્તાઓએ પહેલા પોલીસને પણ શાંતિથી રજૂઆત કરી હતી. પણ તેમને કોઈ રીતે અંદર જવા દેવામાં આવ્યા ન હતા. ભાજપ પાર્ટી ચોર છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ચોર છે. આ પ્રકારના નારા લગાવવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જોરદાર સુત્રોચ્ચાર કર્યા છે. AAPના નેતાઓએ આવેદનપત્ર આપતા પહેલા પોલીસને રજૂઆત કરી હતી પણ એની કોઈ અસર થઈ નહીં. ક્લેક્ટર સુધી પહોંચે એ પહેલા જ AAP નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

અટકાયત થતા AAPના નેતાઓએ કહ્યું કે, અમે કોઈ આતંકવાદી નથી, અમને અંદર જવા દો. પણ પોલીસ તરફથી એમને રોકી રાખવામાં આવતા મામલો ગરમાયો હતો. ઉમરા પોલીસ સ્ટેશન સહિતનો સ્ટાફ ક્લેક્ટર કેચરી સુધી પહોંચી સુરક્ષા હેતું ખડેપગે રહ્યો હતો. AAPએ જાહેરાત કરી છે કે, આવેદનપત્ર આપ્યા બાદ ગાંધી પ્રતિમા ખાતે ધરણા યોજી પ્રદર્શન કરાશે. ગાંધી પ્રતિમા ખાતે પણ પોલસ વાન સાથએ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પણ જિલ્લા સેવા સદન પાસેથી ધરપકડ થતા AAPનો કાફલો ગાંધી પ્રતિમા સુધી પહોંચી શક્યો ન હતો. આમ આદમી પાર્ટી નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, અમે કોઈ આતંકવાદી નથી. છતા તમામ મહિલાઓને પોલીસે જબરદસ્તીથી ટીંગાટોળી કરીને લઈ ગયા.પોલીસ કાર્યકર્તાઓને ઢસડીને પોલીસવાન સુધી લઈ ગઈ.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page