HomeGujaratહળવદની આંગડિયા પેઢીના કર્મીની નજર ચૂકવી ગઠીયો રૂ.40 લાખ લઇ ફરાર

હળવદની આંગડિયા પેઢીના કર્મીની નજર ચૂકવી ગઠીયો રૂ.40 લાખ લઇ ફરાર

વાંકાનેર શહેર નજીક બે દિવસ પહેલા એક ઉધોગકારની કાર પર હુમલો કરી રૂ ૨૫ લાખની લુટની ઘટના બની હતીજેની શ્યાહી હજુ સુકાઈ પણ નથી ત્યાં હળવદ શહેરમાં વધુ એક લુટની ઘટના સામે આવી છે હળવદ શહેરમાં આવેલ આંગડીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી ગઠિયો રૂ 40 લાખ સેરવી ફરાર થઇ ગયા હતા

હળવદ શહેરમાં આવેલ એસબીઆઈ બેંક પાસે આવેલ પીએમ આંગડિયા પેઢીના કર્મચારીને ગઠીયો ભટકાઈ ગયા હતા. અને તેઓની કારમાંથી ઓઈલ લીક થાય છે તેમ કહી તેમની નજર ચૂકવી હતી અને કારની પાછળની સીટમાં રાખવામાં આવેલ રૂ 40 અલખ ભરેલ થેલાની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતા જયારે કર્મચારીએ કારની તપાસ કરી પાછા ફર્યા તો તેનો થેલો ગાયબ જણાયો હતો જે બાદ તેમણે હળવદ પોલીસ મથકને જાણ કરી હતી ઘટનાની જાણ થતા હળવદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આસપાસ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

બનાવની જાણ થતા એલસીબી એસઓજીની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW