HomeGujaratNorth Gujaratબોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ગત રાતે ધરાશાયી...

બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ગત રાતે ધરાશાયી : ઔડાના અધિકારીઓ સમીક્ષા કરશે

અમદાવાદ, બુધવાર

  સરદાર પટેલ રિંગ રોડ પર બોપલથી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ગત રાતે ધરાશાયી થયો હતો. બ્રિજનો સ્લેબ પડતા બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી હતી. આજે પણ ઔડાની ટીમ આવીને બ્રિજની કામગીરી અને તૂટી પડવાના કારણો અંગેની સમીક્ષા કરવામાં આવશે. ઔડા દ્વારા રણજિત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાકટ અપાયો હતો.

  દુર્ઘટનામાં બ્રિજના સ્પોર્ટ માટે મૂકવામાં આવેલા લોખંડના બીમ પણ તૂટી ગયા હતા. રાતનો સમય હોવાથી એકપણ મજૂર નીચે નહોતો. જેને કારણે મોટી જાનહાનિ ટળી છે. મહત્વનું છે કે, બ્રિજની 50 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હતીઔડા દ્વારા એસપી રિંગ રોડ પર કુલ 8 જંકશન પર ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે જેમાં શાંતિપુરા સર્કલ પર બની રહેલો આ બ્રિજ સૌથી વધુ રૂ. 95 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW