સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પારલે જી બિસ્કિટ બરફી બનાવી રહ્યો છે. આ વીડિયો જોનારા લોકો નિરાશ, પરેશાન છે. આ વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો પહેલા વધુ એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો Oreo બિસ્કિટમાંથી પકોડા બનાવી રહ્યા છે. જો જોવામાં આવે તો સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફૂડ પર એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર thefoodattacker નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, પારલે જી બિસ્કીટ કી બરફી દેશી ઘીમાં તળેલી. 9 ડિસેમ્બરે અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 77 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો વાયરલ થવાથી લોકો ખુશ નથી, મોટાભાગના યુઝર્સ આ બરફીના મેકરને ઉગ્ર શબ્દોમાં કોસતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘હાર્પિક પણ લગાવી હોત’. શું તમને પરજે બિસ્કીટ બરફી ગમે છે? તો ફેસબુકના કૉમેન્ટ બોક્સમાં જઈ કૉમેન્ટ પોસ્ટ કરજો. આમ તો સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો બની રહ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી રસોઈના આવા વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઘણા લોકો રસોઈ પરના પ્રયોગ કરતા રહે છે.
જોકે આવા વીડિયો તિરસ્કારને પાત્ર પણ બને છે. આવી રિલ્સમાં કોક દિવસ બનાવવા જઈએ કઈક અને બની જાય કઈક બીજું. આ પહેલા ઓરિયો બિસ્કીટ ની એક વીડિયો વાયરલ થયો છે. પણ બધા લોકોને આ ગમ્યું નથી.

