HomeGujaratનરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે કર્યો ધડાકો, મોટી વાત કહી દીધી

નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે કર્યો ધડાકો, મોટી વાત કહી દીધી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ વિસ્તારમાં નરેશ પટેલની પાટીદાર યુવાનોની રેલી યોજાઈ હતી. જેમાં માત્ર 50 જેટલા બાઇકો સાથે યુવાનો જોડાયા હતા. નરેશ પટેલનું નિકોલ ખોડિયાર મંદિર ખાતે સ્વાગત કર્યા બાદ પાટીદાર યુવાનો ઉત્તમનગર ખોડિયાર મંદિર સુધી રેલી યોજી હતી. બાપુનગર નિકોલ-નરોડા અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આશરે 2 લાખ પાટીદારો છે. પરંતુ આજે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના કાર્યક્રમમાં માત્ર 300 લોકોની હાજરી જ જોવા મળી હતી.

   અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ વિસ્તારમાં નરેશ પટેલની પાટીદાર યુવાનોની રેલી યોજાઈ હતી. જેમાં માત્ર 50 જેટલા બાઇકો સાથે યુવાનો જોડાયા હતા. નરેશ પટેલે કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, ઘણા સમય પછી મળવાનું થયું છે. 4 વર્ષ પછી આવવાનું થયું છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે વિશ્વ ઝઝૂમતું હતું જેમાં ઘણા આપણા સંબંધીઓ આપણી વચ્ચે નથી. ખોડલધામ સમિતિએ કોરોનામાં યોદ્ધા તરીકે કામ કર્યું છે. 21 જાન્યુઆરીના કાર્યક્રમની આ મિટિંગ છે. ખોડલધામ જેટલું મારું છે એટલું જ તમારું છે. પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પંચવર્ષીય પાટોત્સવ યોજાય છે, ત્યારે એકતાની શક્તિ બતાવવાની છે.

ખોડલધામ સંસ્થા નથી એક વિચાર છે. યુવાનોને નિવેદન છે કે સંગઠનની જ્યોતને મજબૂતથી પકડી રાખજો. આજે ઘણા સમયે અમદાવાદમાં સભાને સંબોધન કરી રહ્યો છું. આપણા સમાજના દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પાસ થાય. હું આજે વિનંતી કરું છું કે ધંધા રોજગાર બંધ રાખવા પડે તો પણ એક દિવસ માતાના પાટોત્સવમાં આવે. આવતાં અઠવાડિયે દક્ષિણ ગુજરાત, મુંબઈ, નવી મુંબઈ, પુના અને હૈદરાબાદ યાત્રા કરી આમંત્રણ આપવા જવાનો છું. ઠક્કરબાપા નગરના ભાજપના ધારાસભ્ય વલ્લભ કાકડીયા, AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલ, AMTS ભૂતપૂર્વ ચેરમેન બાબુભાઇ ઝડફિયા સહિતના ભાજપના નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. જોકે આ સાથે તેમણે પાટોત્સવમાં પધારવા માટે પણ આમંત્રણ આપ્યું છે.છેલ્લા ઘણા સમયથી તેઓ કોઈને કોઈ મુદ્દે ચર્ચામાં રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ તેમણે એક મોટી ચોખવટ કરી નાખી છે. જેથી રાજકિય અટકડનો અંત આવ્યો છે. પણ એવું મનાય રહ્યું છે કે આવનારી ચૂંટણીમાં કેટલાક સમાજલક્ષી પરિબળ કામ કરશે. પણ કયો મુદ્દો ચર્ચામાં રહે એ હાલ સ્પષ્ટ નથી. એ સમય કહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW