HomeGujaratEPFOના આંકડાથી ખુલાસો, દેશમાં ઓછા થયા રોજગારના અવસર

EPFOના આંકડાથી ખુલાસો, દેશમાં ઓછા થયા રોજગારના અવસર

નવી દિલ્હી, મંગળવાર

   દેશમાં ઔપચારીક રોજગારના અવસર ફરી એકવાર ઘટવા લાગ્યા છે. આ વાતની પુષ્ટિ ઈપીએફઓના આંકડા પણ કરી રહ્યા છે. આ વર્ષે ઓક્ટોબરમાં 12 લાખ 70 હજાર લોકોને રોજગાર મળ્યો છે. ઓક્ટોબરના આ આંકડા જુલાઈ બાદ સૌથી ઓછા છે.

   જુલાઈમાં 12 લાખ 30 હજાર લોકોને નોકરીઓ મળી હતી. મહત્વપૂર્ણ છે કે ગત ત્રણ માસમાં રોજગાર બજારમાં પહેલીવાર પ્રવેશ કરનારા કર્મચારીઓ સંખ્યા સતત ઘટી રહી છે. આ તે લોકો માટે ચિંતાજનક છે કે જેઓ પોતાની કારકિર્દીની શરૂઆતની તૈયારીમાં લાગેલા છે.

   ઈપીએફઓના આંકડા પ્રમાણે, ઓગસ્ટ માસમાં 14 લાખ 80 હજાર લોકોને નોકરી મળી, જ્યારે તેમા પહેલીવાર નોકરી જોઈન કરનારાઓની સંખ્યા 9 લાખ 10 હજાર હતી. તેના પછી સપ્ટેમબ્રમાં શુદ્ધપણે 15 લાખ 41 હજાર લોકોને નવો રોજગાર મળ્યો, તેમા પહેલીવાર ઈપીએફઓના સદસ્ય બનનારાઓની સંખ્યા 8 લાખ 95 હજાર થઈ હતી. હવે ઓક્ટોબરમાં કુલ 12 લાખ 70 હજાર લોકોને રોજગાર મળ્યો છે. તેમાં માત્ર 7 લાખ 50 હજાર લોકો પહેલીવાર ઈપીએફ અને એમપી એક્ટ, 1992 હેઠળ નવા સદસ્ય બન્યા છે. સરકારે ઓક્ટોબરમાં જે 12 લાખ 70 હજારનો આંકડો આપ્યો છે, તેમાંથી સાડા સાત લાખ લોકોને જ પહેલીવાર નોકરી પ્રાપ્ત થઈ છે. જ્યારે 5 લાખ 10 હજાર લોકો એવા છે કે જેમણે પોતાની નોકરી બદલી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW