HomeGujaratમોરબીઃ 48 ગ્રા.પં.ની મતગણતરી શરૂ,11 વાગ્યા સુધીમાં 15 ગામના પરિણામ જાહેર

મોરબીઃ 48 ગ્રા.પં.ની મતગણતરી શરૂ,11 વાગ્યા સુધીમાં 15 ગામના પરિણામ જાહેર

ગુજરાતના 8 હજાર 686 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. કોણ બનશે સરપંચ, ગામમાં કોની બનશે સરકાર? ગામમાં કોનું ચાલશે રાજ? આ સવાલોના જવાબ આજે સ્પષ્ટ થઈ જશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા મતદાન થયું છે. મત ગણતરીને લઈને તંત્રએ તમામ તૈયારી કરી લીધી છે. ત્યારે ગુજરાતના 344 સ્થળોએ મત ગણતરી હાથ ધરાશે. આ તરફ મત ગણતરીને લઈને 19 હજાર 916 લોકો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. મતગણતરીને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે. મત ગણતરીને લઈને 14,291 પોલીસ સ્ટાફ સુરક્ષા માટે ખડેપગે છે. જો મોરબી જિલ્લાની વાત કરીએ તો 197 ગ્રા.પં.માં 504 સરપંચ ઉમેદવાર અને 2200થી વધારે સભ્યપદના ઉમેદવારોના મતની આજે ગણતરી થવાની છે. મોરબી જિલ્લામાં કુલ 5 સ્થળોએ ગણતરી ચાલી રહી છે જેમાં મોરબી તાલુકામાં ઘુંટુ રોડ પર આવેલી પોલિટેકનિકલ કૉલેજમાં મત ગણતરી ચાલી રહી છે. આ સેન્ટરમાં કુલ 48 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે યોજાયેલા મતદાનની મતગણતરી થઈ રહી છે. જે માટે કુલ 27 ટેબલ ફાળવવામાં આવ્યા છે અને 17 RO સહિત 120 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયેલા છે. 11.00 વાગ્યા સુધીમાં મળતા રીપોર્ટ અનુસાર 15 ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર થયું છે.

જેમાં મોરબી તાલુકાના ચકમપર ગામમાં અવનીબેન કાલરિયા વિજેતા થાય છે. જેપુર ગ્રા.પં. વસંતાબેન કાવઠિયા 408 મતથી વિજેતા થયા છે. મોરબીના લખધીરનગર ગ્રા.પં. ધર્મિષ્ઠાબેન ફેફર 474 મતથી વિજેતા થયા છે, બાદનપર ગ્રા.પં. વૉર્ડ નં,7 ના સભ્યો વચ્ચે ટાઈ થતા હવે પરિણામ હવે ચિઠ્ઠી ઉછાળીને કરાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1165 ગ્રામ પંચાયતો અને 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા છે. રાજ્યમાં આ પ્રકારના પંચાયતી રાજને સમરસ પંચાયત કહે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દરેક મતદાતાએ બે મત આપવાના હોય છે. એક મત સરપંચ માટે અને બીજો મત પોતાના વોર્ડમાં પંચાયત સભ્ય માટે. વોર્ડની સંખ્યા વધારે હોવાના કારણે ઈલેક્ટ્રિક વૉટિંગ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW