અમદાવાદ,મંગળવાર
આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ બાદ હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. પ્રથમ 9ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 38 લોકોને કોર્ટમાં લવાયા છે. હાલમાં કોર્ટમાં પહેલા 1થી 9ને પહેલા રજુ કરવામાં આવ્યાં છે, બાદમાં બીજા 9 એમ બધા ને એક બાદ એક રજૂ કરવામાં આવી રહ્યા છે, તમામની ઓળખ પરેડ કરવામાં આવશે અને બાદમાં તમામને સાથે રજૂ કરવામાં આવી રહ્યા છે. થોડીવારમાં ઈસુદાન,પ્રવીણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના લોકોને કોર્ટમાં હાજર કરાશે. ગઈકાલે મોડી રાત્રે મહિલા ઓ ને જજ સમક્ષ હાજર કરાયા હતા. મહિલાઓને જામીન ના મળતા સેન્ટ્રલ જેલ લઈ જવાયા છે. 8 બસના 10 ડ્રાઈવર અને કંડકટર ને પણ આપના નેતાઓ સાથે જ ધરપકડ કરવામાં આવી હતી,જેને કોર્ટમાં હાજર કરવામાં પણ આવશે.
કોર્ટમાં પણ આમ આદમી પાર્ટીના જામીનદારની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આપના નેતા મહેશ સવાણી પણ કોર્ટમાં પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, અમે ઉપવાસ પર બેસીશું અને ન્યાય મેળવવા માટેની પ્રક્રિયા કરીશું. મહેશ સવાણીએ જણાવ્યું હતું કે અમારા વકીલ અને જામીનદાર બંનેની પોલીસે અટકાયત કરી છે. આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ કરી રહી હતી.ત્યારે કમલમ ખાતેથી અટકાયત કરવામાં આવી છે. કોર્ટમાં અમારા જામીનદાર પણ નથી ત્યારે અમે હવે ઉપવાસ પર બેસીશું. મોડી રાતથી જ પોલીસ તમામ AAPના નેતાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી રાખ્યા છે. ત્યારે ‘આપ’ના નેતાઓને છોડાવવા માટે જતા વકીલની પણ પોલીસે અટકાયત કરી લીધી છે.

