HomeGujaratNorth Gujaratટ્રાફિક પોલીસની સગીર વાહનચાલક ડ્રાઈવનો પહેલો દિવસ : 53 કિશોર-કિશોરી પકડાતાં તેમની...

ટ્રાફિક પોલીસની સગીર વાહનચાલક ડ્રાઈવનો પહેલો દિવસ : 53 કિશોર-કિશોરી પકડાતાં તેમની પાસેથી 1.2 લાખ દંડની વસૂલાત,2 સામે ફરિયાદ, 11 વાહન ડિટેઈન

અમદાવાદ, સોમવાર

  સ્કૂલ-કોલેજોમાં વાહન લઈને જતા સગીર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ડ્રાઈવમાં શનિવારે 53 કિશોર-કિશોરી પકડાતાં તેમની પાસેથી સ્થળ પરથી જ રૂ.1.2 લાખ દંડ વસૂલ કર્યો હતો, જ્યારે 2 ગુના દાખલ કર્યા હતા અને 11 વાહનો ડિટેઈન કર્યા હતા.

  વાડજમાં માતા-પિતાની જાણ બહાર એક્ટિવા લઈને સ્કૂલે જવા નીકળેલા 15 વર્ષીય કિશોરનું સોસાયટીના ગેટ પાસે એએમટીએસની અડફેટે મોત નિપજવાની ઘટનાને ગંભીરતાથી લઈને ટ્રાફિક પોલીસે તા.18થી 24 ડિસેમ્બર સુધી એક અઠવાડિયા માટે સગીર વાહનચાલકો સામે ખાસ ડ્રાઈવ શરૂ કરી હતી. જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસની 14 ટીમોએ ડ્રાઈવના પહેલા જ દિવસે જ 53 કિશોર-કિશોરીઓને પકડીને તેમની પાસેથી રૂ.1.02 લાખ દંડ વસૂલ્યો હતો, 2 કિસ્સામાં એન.સી.ફરિયાદ દાખલ કરી હતી અને 11 વાહનો ડિટેઈન કર્યા હતા.ટ્રાફિક પોલીસે 18 ડિસેમ્બરથી ડ્રાઈવ શરૂ કરી તે દિવસે શનિવાર હોવાથી મોટાભાગની સ્કૂલ-કોલેજો બપોર સુધીમાં છૂટી ગઈ હતી, રવિવારે રજા હતી હવે 20મી ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિક પોલીસની 14 ટીમો આરટીઓના અધિકારીઓને સાથે રાખીને શહેરની જુદી જુદી સ્કૂલોની બહાર ગોઠવાઈ જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW