HomeGujaratગુજરાત કોંગ્રેસ પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પેપરકાંડ મુદ્દે ભાજપ પર...

ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પેપરકાંડ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા

ગાંધીનગર,સોમવાર

  પેપર લીક બાદ કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 9 પેપર લીક થયા છે. છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં બેરોજગારી આસમાને છે, ત્યારે LRD,સચિવાલયની પરીક્ષાના પેપર લીક બાદ હેર્ડ ક્લાર્કનું પેપર ફુંટી જવું એ કૌભાંડ છે. રઘુ શર્માએ વધુમાં કહ્યું કે એકવાર પેપર લીક થવા તો સમજી શકાય ભુલ થઈ પરતું વારંવાર એકબાદ એક એમ 9 વખત પેપર પરીક્ષા પહેલા જ ફુંટી ગયા છે.

  ભરતીની પરીક્ષાઓની વાત બેરોજગારી સાથે જોડાયેલી છે. ગુજરાતમાં ભરતી થતી નથી અને જો ક્યારેક ભરતી થાય તો પેપર ફૂટી રહ્યા છે. 186 પદ પર ભરતી માટે લાખો બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. રાજ્ય સરકાર હાઇકોર્ટના સીટીંગ જજ દ્વારા આ પેપરલીક કાંડ અંગે તપાસ કરાવે, તો જ મોટી માછલીઓ પકડાશે અને યુવાનોને ન્યાય મળશે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે કોઈપણ પરીક્ષા લે એ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કરાવે તે ખુબ જ જરૂરી છે. અસિત વોરાને કઈ વાતનો રિવોર્ડ અપાઈ રહ્યો છે, એ સમજાતું નથી, તેઓ હજુ પણ એક્સ્ટનશન મેળવીને અધ્યક્ષના જ પદ પર યથાવત છે.

  ગુજરાતમાં આ પહેલા પણ છેલ્લા 5 વર્ષમાં 9 પેપર 5 લીક થઈ ચૂક્યા છે. ગુજરાતના બેરોજગારો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. NSUI એ સતત આંદોલન કરીને પેપરકાંડનું સત્ય બહાર લાવવા માટે આંદોલન કર્યું એ બદલ યુવાનોનો આભાર. સરકારે ઈમાનદારીથી તપાસ કરાવવી જોઈએ, તો જ મોટી માછલીઓ પકડાશે. મજબૂતીથી પેપરલીકનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે, આંદોલન કરીશું, પેપરલીક એ ચિંતાનો વિષય છે. નાની માછલીઓને પકડી, તેમની સામે આતંકવાદીની ધારા લગાડવાથી પેપરલીક કાંડ નહીં રોકાય. નાની નહીં મોટી માછલીઓને પકડીને એમની પર આતંકવાદીની કલમ લગાવવાની હિંમત રાજ્ય સરકાર કરીને બતાવે તે જરૂરી છે.

  ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા પર પ્રહાર કરતા કહ્યું હતું કે અસિત વોરાએ તો સ્પષ્ટ જણાવ્યું હતું કે પેપર લીક થયું નથી, તો ધરપકડ થઈ એ ગુનેગાર છે કે અન્ય એ સ્પષ્ટ થઈ જવું જોઈએ.રઘુ શર્માએ અસિત વોરાને લઈને નિવેદન આપતા કહ્યું કે ખરા અર્થમાં ગુનેગાર જ પરીક્ષાના આયોજકો છે, પહેલા તો અસિત વોરાએ રાજીનામું આપી દેવું જોઈતું હતું પરતું ભાજપ સરકારે તેમને બજાવી રહી છે. રઘુ શર્માએ ભાજપ પ્રદેશ પ્રમુખ પર નિવેદન આપતા કહ્યું કે પાટીલના કાર્યકરોને નોકરીની વાત બાદ પેપર ફુટ્યું છે. શું પાટીલ આવી રીતે કાર્યકરોને રોજગારી આપવા માગે છે? પ્રદેશ અધ્યક્ષને તેમ સવાલ પણ કર્યો હતો.

  પેપરકાંડ મામલે હાઈકોર્ટના જજ પાસે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.તેમજ પેપર લીક મામલે કોંગ્રેસ દેખાવો કરશે. સરકારને ઘેરવામાં આવશે રસ્તાઓ રોકવામાં આવશે.પેપર કૌભાંડને લઈ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે. 21 ડિસેમ્બરે ધારાસભ્યોની બેઠક યોજાશે. તેમજ 22 ડિસેમ્બરે કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ બાઈક રેલી યોજી ઉગ્ર દેખાવો કરશે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે અને હેડક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી છે. જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાતના બેરોજગાર યુવાનોને ખ્યાલ છે કેટલા પેપર ફૂટ્યા છે, મુખ્યમંત્રીએ બેરોજગાર યુવાનોની માફી માગવી જોઇએ,

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW