HomeGujaratNorth Gujaratયુવતીને ડીટીએચનું રીફંડ આપવાના બહાને ગઠીયાએ ઓનલાઈન 74,797 ટ્રાન્સફર મેળવી છેતરપિંડી આચરતા...

યુવતીને ડીટીએચનું રીફંડ આપવાના બહાને ગઠીયાએ ઓનલાઈન 74,797 ટ્રાન્સફર મેળવી છેતરપિંડી આચરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ

અમદાવાદ, રવિવાર

 ગોતામાં રહેતી યુવતીને ડીટીએચનું રીફંડ આપવાના બહાને સાયબર ગઠીયાએ વિશ્વાસ કેળવી ઓનલાઈન રૂ. 74,797 ટ્રાન્સફર મેળવી છેતરપિંડી કરી હતી. આ અંગે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

   ગોતાના યુનિક સીટી હોમ્સમાં રહેતી મહિમા સુપેહિયાના મોબાઈલ પર અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવ્યો હતો જેણે પોતાની ઓળખ અમિત મિશ્રા તરીકે આપીને ટાટા ડીટીએચનુ રીફંડ આપવાનુ વાત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. તેની વાતમાં આવી જતા આ અજાણ્યા વ્યકિતએ મહિમાને રીફંડ મેળવવા માટે ટીમ વ્યુવર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું, જેથી આ એપ ડાઉનલોડ કરતા ગઠિયાએ મહિમાના ફોનનો એકસેસ મેળવી લીધો હતો અને બનાવટી લીંક મોકલીને બેંક એકાઉન્ટની વિગતો ભરાવડાવીને મહિમા તથા તેના પિતાની જાણ બહાર અલગ અલગ ટ્રાન્ઝેકશન કરી કુલ રૂ 74,797 ઉપાડી લઈને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી હતી. (તસ્વીર પ્રતિકાત્મક છે)

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW