હળવદ તાલુકાના માથક ગામના એક યુવકને ગઈ કાલે નીચી માંડલના આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સીનનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો હતો સાથે તેનું ઓનલાઈન સર્ટીફીકેટ પણ બની ગયું હતું ખરેખર યુવકે માત્ર એક ડોઝ જ લીધો હતો આવી જ એક ઘટના ફરી હળવદ તાલુકમાં સામે આવી છે હળવદના મયુરનગર પીએચસીમાંથી રવિભાઈ પટેલ નામના 32 વર્ષના યુવકને પણ વેક્સીનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં મેસેજ આવ્યો હતો રવી પટેલે મયુર નગર પીએચસી માંથી જ ગત 21 સપ્ટેમ્બરના રોજ પ્રથમ ડોઝ લીધો હતો.

બીજો ડોઝ લેવાનો પણ સમય આવી ગયો હતો. જોકે તે આરોગ્ય કેંદ્રમાંથી રસી લેવા આવે તેવા મેસેજની રાહ જોઈ રહ્યા હતા પણ તેઓને બીજો ડોઝ લાગી ગયો હોવાનો મેસેજ અને વેક્સીન સર્ટીફીકેટ આવી જતા તે પણ આશ્ચર્યમાં પડી ગયો હતો જિલ્લામાં આ રીતે વેકસીન ન લીધી હોવા છતાં જે રીતે ખોટા મેસેજ અને સર્ટીફીકેટ બની રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ કરાવવી જરૂરી છે. છાશવારે બનતી ઘટનાઓથી એવી પણ શંકા ઉપજે છે કેશું આરોગ્ય વિભાગ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા આ રીતે ખોટા નામ નમ્બર મુકે છે કે પછી કોઈ અન્યના આધારકાર્ડનો અન્ય કોઈ વ્યક્તિ ખોટો ઉપયોગ તો નથી કરતુંને આ બાબતે તંત્ર તપાસ કરે તેવી પણ માંગ ઉઠી છે

