HomeGujaratNorth Gujaratગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક મામલો : NSUI એ વિરોધ કરતા...

ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક મામલો : NSUI એ વિરોધ કરતા પોલીસે તમામ કાર્યકરોની કરી અટકાયત

અમદાવાદ, શુક્રવાર

  ગુજરાત યુનિવર્સિટી પાસે NSUI દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ સુત્રોચાર અને બેનરો સાથે વિરોધ કર્યો હતો. NSUI એ માંગણી કરી હતી કે સરકાર પરીક્ષા રદ કરે નહીં તો આગામી દિવસમાં બંધનું એલાન આપીને વિરોધ કરવામાં આવશે. યુનિવર્સીટી પાસે વિરોધ કરી રહેલા NSUI ના તમામ નેતા અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

  આ અંગે એનએસયુઆઈના આગેવાનનું કહેવું છે સરકાર 2014થી પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે. પરીક્ષામાં મર્યાદિત જગ્યા માટે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે અને સરકાર પોતાના મળતીયાઓને પાસ કરાવીને ભરતી કરે છે. પેપર લીક થતા હવે હેડ કલાર્કની પરીક્ષા રદ કરી નવેસરથી પરીક્ષા યોજવી જોઈએ આમ નહીં થાય તો આગામી દિવસમાં સમગ્ર ગુજરાત બંધ કરીને રસ્તા પર ઉતરીને આંદોલન કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW