HomeGujaratગાંધીનગરની નભોઈ નર્મદા કેનાલમાં પુત્ર કૂદી પડતાં બચાવવા માટે પિતા પણ કૂદી...

ગાંધીનગરની નભોઈ નર્મદા કેનાલમાં પુત્ર કૂદી પડતાં બચાવવા માટે પિતા પણ કૂદી પડ્યા, પિતાની લાશ મળી આવી ; પુત્ર હજુ લાપત્તા

ગાંધીનગર

   ગાંધીનગરની નભોઈ નર્મદા કેનાલમાં એક 19 વર્ષીયયુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને બચાવવા માટે તેના પિતાએ પણ કેનાળમાં ઝંપલાવ્યું હતું. પિતા-પુત્રને કેનાલમાં ડૂબતા જોઈ જતા આસપાસથી લોકો કેનાલના કાંઠે એકઠા થયા હતા અને બચાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા પરંતુ, બચાવી શક્યા ન હતા. કેનાલમાં ડૂબી ગયેલા પિતાની લાશ મળી આવી છે. જ્યારે લાપત્તા પુત્રની શોધખોળ યથાવત છે. પિતા-પુત્ર ડૂબી રહ્યા હતા તેનો અને લોકો દ્વારા કરાઈ રહેલા બચાવવાના પ્રયાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરનાં સુઘડ દરબાર વાસમાં રહેતા પ્રદીપસિંહ ઉમેદસિંહ ડાભી પંચાયત કચેરીએ ઈલેક્ટ્રીકનું કામ કામકાજ કરતા હતા. ગઈકાલે કોઈ કારણોસર તેમનો આશરે 19 વર્ષીય પુત્ર સૌરભ નભોઈ કેનાલમાં દોડીને પડ્યો હતો. જેની પાછળ પ્રદીપસિંહ પણ એક્ટિવા લઈને કેનાલ પર આવી પહોંચ્યા હતા.કેનાલમાં પુત્રને ડૂબતો જોઈને પ્રદીપસિંહ પણ ચપ્પલ કાઢીને અંદર કૂદી પડ્યા હતા. જો કે ઉપરથી શાંત દેખાતા કેનાલના પાણી ના પાણીમાં બન્ને ડૂબવા લાગ્યા હતા. એ વખતે પરિવારજનો સહિતના ગ્રામજનો પણ કેનાલ પર દોડી આવ્યા હતા. સૌ લોકો એ બંનેએ ડૂબતા બચાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. અને ચીસો પણ પાડી હતી. પરંતુ ઘડીકમાં પિતા પુત્ર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડ પણ સ્થળ પર દોડી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી બંનેની શોધખોળ કરી હતી. પરંતુ પિતા પુત્રનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આજે ફરીવાર ફાયર બ્રિગેડ ધ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે પિતા પ્રદીપસિંહની લાશ કેનાલના પાણીની સપાટી પર આવી ગઈ હતી. જેમની લાશ બહાર કાઢવામાં આવી હતી. જ્યારે સૌરભની લાશ કેનાલના ધસમસતા પ્રવાહમાં આગળ તણાઈ ગઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.પુત્રને બચાવવા માટે કેનાલમાં પડેલા પિતા ની લાશ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW