HomeNationalઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હિંદુ ઓળખથી મુસ્લિમ યુવકે કર્યો પ્રવેશ, સાથે હતી હિંદુ...

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હિંદુ ઓળખથી મુસ્લિમ યુવકે કર્યો પ્રવેશ, સાથે હતી હિંદુ મહિલા મિત્ર

ભોપાલ, બુધવાર

   ઉજ્જૈનના જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં હિંદુ શખ્સ અભિષેકની આઈડી પર મુસ્લિમ યુવકના ઘુસવા પર તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા યુવકની ઓળખ કર્ણાટકના મોહમ્મદ યૂનુસ મુલ્લા તરીકે થઈ છે અને તે પોતાની મિત્ર ખુશ્બૂ યાદવ સાથે ઉજ્જૈન આવ્યો હતો. મહાકાલ પોલીસે તેને આઈપીસીની કલમ-420 હેઠળ એરેસ્ટ કર્યો છે.

   મોહમ્મદ યૂનુસ તે એક હિંદુ યુવતી સાથે મહાકાલ મંદિરમાં પ્રવેશ કરી રહ્યો હતો અને બંનેને મંદિર સમિતિના કર્મચારીઓએ પોલીસને સોંપી દીધા હતા. આ મામલાને અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી અવધેશપુરી મહારાજે ગંભીર ગણાવ્યો છે અને આની સાથે જોડાયેલા તમામ લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

   જણાવવામાં આવે છે કે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી માટે લખનૌની ખુશ્બૂ યાદવની સાથે અભિષેક દુબે નામના યુવકનું રજિસ્ટ્રેશન હતું. અભિષેક દુબેનું આઈડી પણ તૈયાર થઈ ગયું હતું. આ લોકો સવારે જ્યારે ભસ્મ આરતી માટે મહાકાલ મંદિરના ગેટ નંબર-6થી બાયોમેટ્રિક તપાસ માટે પહોંચ્યા, તો ત્યાં અભિષેક દુબેના આધારકાર્ડનું આઈડી ખુશ્બૂ યાદવની સાથે પહોંચેલા યુવકની સાથે મેળવવામાં આવ્યું હતું. પરંતુ ચહેરો મળતો આવ્યો નહીં,તેથી તેને રોકવામાં આવ્યો હતો.

   ખુશ્બૂ યાદવ સાથે ભસ્મ આરતી માટે પહોંચેલા યુવકનો ચહેરો અભિષેક દુબેવાળા આઈડી સાથે બંધ બેસતો નહીં હોવા પર જ્યારે તપાસ કરવામાં આવી, તો તેની પાસે બીજું આધાર કાર્ડ મળી આવ્યું હતું. બીજા આઈડીના ફોટોગ્રાફ સાથે તેના ચહેરાનું મિલાન કરવાથી ઉજાગર થયું કે તેનું નામ મોહમ્મદ યુનૂસ મુલ્લા છે. તે કર્ણાટકનો વતની હોવાનું સામે આવ્યું. બાદમાં ખુશ્બૂ અને નકલી આઈડીવાળા યુવકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા. સ્વસ્તિકપીઠાધીશ્વર અને ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી ડૉ. અવધેશપુરી મહારાજે આ ઘટનાને મંદિરની સુરક્ષા માટે ખતરારૂપ ગણાવી છે. તેમણે નકલી આઈડી સાથે પ્રવેશની કોશિશને મંદિર પ્રબંધ સમિતિની સુરક્ષા વ્યવસ્થામાં ખામીરૂપ ગણાવી છે. તેમણે કહ્યું છે કે જ્યારે મુસ્લિમોના મક્કા-મદીનામાં હિંદુઓના પ્રવેશ પર આકરો પ્રતિબંધ છે, તો મંદિરમાં મુસ્લિમોના પ્રવેશને પણ રોકવો જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW