HomeNationalફ્લાઈટમાં સામાન ચડાવતી વખતે સૂઈ ગયો કર્મચારી,પહોંચી ગયો આ દેશમાં

ફ્લાઈટમાં સામાન ચડાવતી વખતે સૂઈ ગયો કર્મચારી,પહોંચી ગયો આ દેશમાં

એરપોર્ટ પર કામ કરતા કેટલાક કર્મચારીઓની બેદરકારી સમયાંતરે છતી થાય છે. જેના કારણે ક્યારેક તેઓ મુશ્કેલીમાં મૂકાય છે તો ક્યારેક પ્રવાસીઓને ભોગવવાનો વારો આવે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ઈન્ડિગો એરલાઈન્સમાં સામાન ચડાવતા એક કર્મચારી મુંબઈથી અબુધાબીની ફ્લાઈટના કાર્ગો કંપાર્ટમેન્ટમાં સૂઈ ગયો હતો. જોકે, આરબ અમિરાતની રાજધાની પહોંચ્યા બાદ પણ તે સુરક્ષિત હતો.

DGCAના અધિકારીઓએ મંગળવારે આ અંગેની જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, પ્લેનમાં સામાન ચડાવ્યા બાદ આ કર્મચારીને ઊંઘ આવતી હતી. તેથી તે રવિવારે રવાના થતી એક ફ્લાઈટના કંપાર્ટમેન્ટમાં સૂઈ ગયો હતો. કાર્ગો ફ્લાઈટના લગેજ વિંગમાં સામાન શિફ્ટ કર્યા બાદ તે સૂઈ ગયો હતો. કાર્ગોનો દરવાજો બંધ હતો. પછી ફ્લાઈટ મુંબઈ એરપોર્ટથી રવાના થઈ ગઈ હતી. ફ્લાઈટ જ્યારે UAEના અબુધાબીમાં લેન્ડ થઈ ત્યારે અબુધાબી એરપોર્ટ તંત્રએ તેનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. તે શારીરિક રીતે ફીટ હતો અને ભાનમાં હતો. તબિયત પણ એની સામાન્ય રહી હતી. અબુધાબી એરપોર્ટ તંત્ર તરફથી મંજૂરી મળ્યા બાદ આ લોડરને આ જ ફ્લાઈટમાં એક સામાન્ય પ્રવાસીની જેમ મુંબઈ પાછો મોકલી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને જ્યારે ઈન્ડિગો કંપનીને પૂછવામાં આવ્યું ત્યારે પ્રવક્તાએ કહ્યું કે, અમને આ ઘટના અંગેની જાણકારી છે. આ સંબંધીત કેટલીક જાણકારી બીજા અધિકારીઓને પણ આપી દેવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. જોકે, આ કેસ સામે આવતા અન્ય કર્મચારીઓનું ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના સામે આવતા એરપોર્ટ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. યુદ્ધના ધોરણે અબુધાબી એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી.

એરબસ A320માં સામાન મૂકતી વખતે તે અંદર જ સૂઈ ગયો હતો અને પછી કાર્ગોનો લગેજ ડોર બંધ થઈ ગયો હતો. અબુધાબીમાં જ્યારે ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે અંદરથી સામાનની સાથે આ વ્યક્તિ બહાર આવતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ફ્લાઈટ લેન્ડ થઈ એના બે કલાક બાદ કાર્ગો ફ્લાઈટ ખાલી કરવામાં આવી હતી. જરૂરી પૂછપરછ કર્યા બાદ અને એરપોર્ટ ઓથોરિટી પાસેથી ક્લિયરન્સ મળી ગયા બાદ આ કર્મચારીને ફરી મુંબઈ રવાના કરી દેવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW