HomeGujaratપીઠીના દિવસે પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી, સંસાર સાથે કરિયરમાં...

પીઠીના દિવસે પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી, સંસાર સાથે કરિયરમાં પ્રગતિ

પોલીસમાં ભરતી થવા માટે રાજ્યના યુવાનો તનતોડ મહેનત કરતા હોય છે. માત્ર યુવાનો જ નહીં હવે તો યુવતીઓમાં પણ પોલીસ ભરતીને લઈને એક અલગ જોશ જોવા મળી રહ્યો છે. પોલીસની પરીક્ષા પાસ કરવા માટે યુવતીઓ પણ પરિશ્રમ કરી રહી છે. પણ રાજ્યમાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતી એક યુવતીની અનોખી કહાની સામે આવી છે. જેનો સંસાર શરૂ થતા એના કરિયરમાં પણ ચડતી જોવા મળી છે. આ યુવતીએ લગ્નની પીઠીના પ્રસંગના દિવસે ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી લીધી હતી.

લિંબડીના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતી પૂજા બળદેવભાઈ મકવાણાના તા.14 ડીસેમ્બરના રોજ લગ્ન હતા. તા.12 ડીસેમ્બરના રોજ એને ત્યાં પીઠીનો પ્રસંગ હતો. પૂજા છેલ્લા છ મહિનાથી પોલીસ ભરતી માટે તૈયારીઓ કરી રહી હતી. પણ લગ્નની તારીખ નજીક આવતા પોલીસ ભરતી માટેના ગ્રાઉન્ડ ટેસ્ટ માટે માત્ર એક જ દિવસનું અંતર હતું. પણ પરિવારજનોએ પોલીસ ભરતી માટેની ગ્રાઉન્ડ ટેસ્ટમાં જવા માટે પૂરતો સપોર્ટ કર્યો. તા.13 ડીસેમ્બના રોજ લગ્નની પીઠીના પ્રસંગના દિવસે યુવતી રાજકોટ સિટીમાં આવેલા ગ્રાઉન્ડમાં ટેસ્ટ આપવા માટે ગઈ હતી. પૂજાએ PSI તથા કોન્સ્ટેબલની ભરતી માટેની ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી લીધી છે. સંસાર શરૂ થતા પહેલા જ એના કરિયરમાં સારા દિવસો શરૂ થઈ ગયા હતા. જોકે, એના પરિવારજનો પણ એમને સપોર્ટ કરી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે હું પોલીસ ભરતીની ગ્રાઉન્ડ કસોટી પણ પાસ કરીશ અને લગ્નજીવનની પરીક્ષા પણ પાસ કરીશ. પુજાબેનના માતા-પિતાએ આવી પહેલ કરી અન્ય વાલીઓ માટે દિકરી દિકરાસમાન હોવાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

જોકે, માત્ર આ જ યુવતીઓ નહીં પણ રાજ્યભરમાંથી અનેક યુવતીઓ પોલીસ પરીક્ષા માટે તૈયારીઓ કરી રહી છે. ખાસ કરીને વહેલી સવારે તેઓ દોડ માટેની પ્રેક્ટિસ કરી રહી છે. જ્યારે દિવસભર જુદા જુદા જિલ્લાઓની લાયબ્રેરીમાં કસોટી માટેની તૈયારીઓ કરતા યુવાનો જોવા મળી રહ્યા છે. માત્ર પોલીસ જ નહીં અન્ય સૈન્ય ભરતી માટે પણ ગુજરાત રાજ્યના યુવાનો હવે આગળ આવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW