HomeGujarat24 કલાકમાં મોંઘવારીનો ડબલ ડોઝ, 5 માસમાં સૌથી વધુ થયા ખાણીપીણીની વસ્તુઓના...

24 કલાકમાં મોંઘવારીનો ડબલ ડોઝ, 5 માસમાં સૌથી વધુ થયા ખાણીપીણીની વસ્તુઓના ભાવ

પહેલેથી ખસ્તાહાલ થઈ ચુકેલા આમ આદમીને મોંઘવારીમાંથી રાહત મળવાની કોઈ આશા દેખાય રહી નથી. સામાન્ય લોકોને 24 કલાકમાં મોંઘવારીનો બેવડો માર પડયો છે. રિટેલ ફૂગાવાના દર બાદ હવે થોકબંધ મોંઘવારી પણ વધી છે. ખાણીપીણીની વસ્તુઓના ભાવ પાંચ માસના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયા છે.

થોકબંધ વસ્તુઓના ભાવ આધારીત ડબ્લ્યૂપીઆઈ ઈન્ફ્લેશન નવેમ્બરમાં એક વર્ષના સૌથી ઉંચા સ્તરે 14.23 ટકા પર પહોંચી ગયો છે. તેનું સૌથી મોટું કારણ ખાણીપીણીની વસ્તુઓમાં આવેલી તેજી છે. આંકડા પ્રમાણે, નવેમ્બરમાં ખાણીપીણીની વસ્તુઓના ભાવ પાંચ માસના ઉચ્ચત્તમ સ્તરે હતા. ગત મહીને માત્ર શાકભાજીના ભાવ જ વધ્યા ન હતા, પરંતુ ઈંડા અને માંસની કિંમતો પણ વધી હતી. તેના સિવાય ઈંધણ અને વીજળીના બાસ્કેટે પણ થોકબંધ મોંઘવારીના વધારામાં યોગદાન આપ્યું છે. તેની કિંમતો ઓક્ટોબરમાં 37.18 ટકાની સરખામણીએ નવેમ્બરમાં 39.81 ટકાના દરે વધી. જો કે મેન્યુફેક્ચર્ડ વસ્તુઓના ભાવમાં તેજી ઓછી થઈ અને તે ઓક્ટોબરના 12.04 ટકાના મુકાબલે 11.92 ટકા રહ્યા.

આના એક દિવસ પહેલા રિટેલ ફૂગાવાના દરના આંકડા જાહેર થયા હતા. સોમવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે, નવેમ્બરમાં રિટોલ મોંઘવારી દર વધીને 4.91 ટકા પર પહંચ્યો. તેનું પણ મુખ્ય કારણ શાકભાજીના ભાવ વધવાનું રહ્યું હતું.આરબીઆઈએ આ મહીનાની શરૂઆતમાં એમપીસીની બેઠક બાદ મોંઘવારીને લઈને અનુમાન જાહેર કર્યું હતું. આરબીઆઈના અનુમાન પ્રમાણે, ચોથા ત્રિમાસિક સમયગાળામાં મોંઘવારી વધવાની શક્યતા છે. રિઝર્વ બેંકે ચોથા ત્રિમાસિક સમયગાળામાં રિટેલ મોંઘવારીના 5.7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW