HomeGujaratઆજથી શરૂ થવા જઇ રહેલી સિનિયર ડોકટરની થનારી હડતાળ 15 દિવસ માટે...

આજથી શરૂ થવા જઇ રહેલી સિનિયર ડોકટરની થનારી હડતાળ 15 દિવસ માટે મોકૂફ

અમદાવાદ, સોમવાર

   આજથી શરૂ થવા જઇ રહેલી સિનિયર ડોકટરની થનારી હડતાળ 15 દિવસ માટે મોકૂફ રખાઇ છે. એટલે કે 23 ડિસેમ્બર સુધી આ હડતાળ મોકૂફ રખાઇ છે.ગુજરાત રાજ્ય ડોક્ટર ફોરમ દ્વારા આરોગ્ય મંત્રી સાથે ગાંધીનગર ખાતે બંધ બારણે બેઠકનું આયોજન થયું. જેમાં ડોક્ટર ફોરમના અગ્રણીઓ હાજર રહ્યા. આ બેઠકમાં પડતર માગણીઓ અંગે ચર્ચા થઇ હતી. તો આ બેઠકમાં આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ પણ બેઠકમાં હાજર રહ્યા. આ બેઠકમાં હડતાળ પરત ખેંચવા અંગે સરકારે મનમાણા કર્યા હતા.

   ઉલ્લેખનીય છે પોતાની વિવિધ માંગણીઓ સાથે ડૉક્ટરો તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં તબીબોની પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકના અંતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ડોક્ટરો સાથેની બેઠક સકારાત્મક રહી છે. હડતાળ ચાલુ રહેશે કે નહીં? તેનો નિર્ણય ખુદ ડોક્ટરો જ કરશે. આમ હડતાળનો અંતિમ નિર્ણય ડોક્ટરો પર છોડવામાં આવ્યો હતો.થોડીવાર બાદ સિનિયર તબીબ એસોસિએશને પોતાનો નિર્ણય જાહેર કરતાં જણાવ્યું કે, આવતીકાલથી તબીબો રાબેતા મુજબ કામ કરશે. આરોગ્ય મંત્રી સાથે બેઠક બાદ તબીબોએ 26 ડિસેમ્બર એટલે કે 15 દિવસ સુધી હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. જો 15 દિવસમાં અમારી માંગ નહીં સ્વીકારાય તો ફરીથી હડતાળ પર ઉતરવામાં આવશે. (ફાઇલ ફોટો)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW