મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથકે વિસ્તારમાં આવતા છતરગામમાં આવેલ નવા પ્લોટ વિસ્તારમાં મારુતિ ક્લિનિક નામે બોગસ ડોકટર ડિગ્રી વિના પ્રેક્ટિસ કરી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઇ જે.એમ આલના માર્ગદર્શનમાં એસઓજીની ટીમેં નેકનામ પીએચસી ડો.એચ.પી સરવૈયાને સાથે રાખી હોસ્પિટલમાં ચેકીંગ કર્યું હતું.દરમિયાન પ્રેક્ટિસ કરતા મામૈયા કાનાભાઈ કાળતરા પાસે તબીબી પ્રમાણપત્ર માંગતા તેની પાસે આ પ્રકારની કોઈ ડિગ્રી ન હોવાનું સામે આવતા એસઓજીની ટીમે બોગસ તબીબ માંમૈયા કાળોતરાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી 28557 કિંમતનો મેડિકલ પ્રેક્ટિસ સાધન અને દવા સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

