HomeGujaratધોરાજી - ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાના નામે એક પોસ્ટ વાયરલ થઇ...

ધોરાજી – ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાના નામે એક પોસ્ટ વાયરલ થઇ રહી, હવે આ વાયરલ પોસ્ટ ખોટી હોવાની લલિત વસોયાએ સ્પષ્ટતા કરી

રાજકોટ, શુક્રવાર

   કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની માવાના ભાવ ઓછા કરવાની ફેક એફિડેવિટ સોશિયલ મીડિયા પર ફરતી મુકવામાં આવી છે. તેઓ વર્ષ 2017માં ઉમેદવાર હતા તે તારીખની ફેક એફિડેવિટ વાયરલ થઇ રહી છે.અત્યારે વસોયાના ફેક એફિડેવિટ વાયરલ થઇ રહી છે. ત્યારે આ વાયરલ એફિડેવિટમાં માવા(મસાલા)ની વાત છે. તેમાં લખ્યું છે કે, “હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો હું 135 વાળા માવાના રૂ. 12માંથી 5 રૂપિયાઆ સરકાર પાસે કરાવીને પછી જ બીજુ કામ કરીશ.”

   લલિત વસોયાએ કહ્યું કે, વાયરલ પોસ્ટ ખોટી છે અને કોઇએ ચેડાં કરેલા છે. ભાજપના ટીખળખોર લોકોએ આ કામ કર્યું છે. મેં મારા મતવિસ્તારના લોકો માટે સોગંદનામુ કરેલું છે. મારો પગાર લોકો માટે વાપરવાનું સોગંદનામુ કરેલું છે. મારા શુભ આશયને અમુક લોકોએ ચેડાં કરી વાયરલ કરી છે. મારા હિત વિરોધી લોકોએ ખોટી એફિડેવિટ વાયરલ કરી છે. 2017માં ઉમેદવારી વખતે પગાર-ભથ્થા લોકોની સેવામાં વાપરવાની એફિડેવિટ કરી હતી. ધારાસભ્યને મળતો પ્લોટનો ઉપયોગ લોકો માટે કરવા એફિડેવિટ કરી હતી. મહત્વનું છે કે, પોસ્ટમાં MLA બનતા માવાના ભાવ રૂ.5 કરવાનો ઉલ્લેખ હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW