રાજકોટ, શુક્રવાર
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની માવાના ભાવ ઓછા કરવાની ફેક એફિડેવિટ સોશિયલ મીડિયા પર ફરતી મુકવામાં આવી છે. તેઓ વર્ષ 2017માં ઉમેદવાર હતા તે તારીખની ફેક એફિડેવિટ વાયરલ થઇ રહી છે.અત્યારે વસોયાના ફેક એફિડેવિટ વાયરલ થઇ રહી છે. ત્યારે આ વાયરલ એફિડેવિટમાં માવા(મસાલા)ની વાત છે. તેમાં લખ્યું છે કે, “હું ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી જીતી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવીશ તો હું 135 વાળા માવાના રૂ. 12માંથી 5 રૂપિયાઆ સરકાર પાસે કરાવીને પછી જ બીજુ કામ કરીશ.”
લલિત વસોયાએ કહ્યું કે, વાયરલ પોસ્ટ ખોટી છે અને કોઇએ ચેડાં કરેલા છે. ભાજપના ટીખળખોર લોકોએ આ કામ કર્યું છે. મેં મારા મતવિસ્તારના લોકો માટે સોગંદનામુ કરેલું છે. મારો પગાર લોકો માટે વાપરવાનું સોગંદનામુ કરેલું છે. મારા શુભ આશયને અમુક લોકોએ ચેડાં કરી વાયરલ કરી છે. મારા હિત વિરોધી લોકોએ ખોટી એફિડેવિટ વાયરલ કરી છે. 2017માં ઉમેદવારી વખતે પગાર-ભથ્થા લોકોની સેવામાં વાપરવાની એફિડેવિટ કરી હતી. ધારાસભ્યને મળતો પ્લોટનો ઉપયોગ લોકો માટે કરવા એફિડેવિટ કરી હતી. મહત્વનું છે કે, પોસ્ટમાં MLA બનતા માવાના ભાવ રૂ.5 કરવાનો ઉલ્લેખ હતો.

