મુંબઈ, ગુરુવાર
આજે 9 ડિસેમ્બરે ફાઇનલી કેટરિના કેફ અને વિકી કૌશલે લગ્ન કરી લીધા. બન્નેએ પોતાના સો.મિડીયામાં તસવીર શેર કરી ગુડ ન્યૂઝ શેર કરી. કેટરીનાએ લાલ રંગનો જોડો પહેર્યો હતો, જ્યારે વિકીએ સાત રાઉન્ડ સુધી ક્રીમ રંગની શેરવાની પહેરી હતી.
કેટરીના કૈફ અને વિકી કૌશલે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ શાહી લગ્નના સાક્ષી બનવા માટે બોલિવૂડની તમામ હસ્તીઓ રાજસ્થાનના સિક્સ સેન્સ રિસોર્ટ પહોંચી છે. વિકી અને કેટરીનાના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તે જ સમયે, અભિનેતા અક્ષય કુમાર અને સારા અલી ખાન મોડી સાંજે લગ્ન સ્થળ પર પહોંચશે.વિકી અને કેટરીના આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મહેલ અને બારીઓને કાળા કપડાથી ઢાંકી દેવામાં આવી છે જેથી વર-કન્યાના ફોટા અને વીડિયો કેપ્ચર ન થાય. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન થઈ ગયા છે. સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન અને ફેરાની વિધિઓ પૂરી કર્યા બાદ હવે વિકી-કેટરિના કાયમ એકબીજા સાથે છે.

