ગાંધીનગર,ગુરુવાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની દુબઈ મુલાકાતનો પ્રારંભ દુબઈમાં યોજાઈ રહેલા વર્લ્ડ એક્સ્પોમાં યુએઇ પેવેલિયનની મુલાકાતથી કર્યો હતો. તેમણે યુએઇના ટોલરન્સ એન્ડ કો એકઝિસ્ટન્સ મંત્રી શેખ નહ્યાન બિન મબારક અલ નહ્યાન સાથે મુલાકાત બેઠક પણ યોજી હતી. ત્યારે આજે તેમના દુબઈ પ્રવાસનો બીજો દિવસ છે. CM ભૂપેન્દ્ર પટેલ આજે દુબઈ ખાતે અલગ અલગ કંપનીના ઉદ્યોગપતિને મળશે તેમજ વિશ્વના ઉદ્યોગકારો સાથે ગુજરાતમાં રોકાણ અંગે ચર્ચા કરશે સાથે જ દુબઇ એક્સ્પોની પણ મુલાકાત લેશે. મુખ્યમંત્રી દુબઈ સ્થિત BAPS મંદિરની મુલાકાત લેશે.
મહત્વનું છે કે ગુજરાતમાં આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન 10મો વાઈબ્રન્ટ સમિટ યોજાનાર છે જેમાં UAEનાં ઉધોગ સાહસીઓને સહભાગી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ દુબઈના પ્રવાસે છે. અહીં ઉલ્લેખનિય છે કે વૈશ્વિક રોકાણ અને ઔધોગિક રોજગારીની વિપુલ તકો ગુજરાતમાં સર્જાય તે માટે ગુજરાતને વૈશિક ફલક લઈ જવા વાઈબ્રન્ટ સમિટનું દર બે વર્ષે આયોજન કરવામાં આવે છે.ઉધોગ સાહસીઓ રાજ્ય સરકારની સકારાત્મક પહેલથી આકર્ષાઈ ગુજરાત તરફ વળે છે અને ગુજરાતમાં મોટા પાયે મુડી રોકાણ આવે છે.અને અનેક ઉદ્યોગિક સાહસોનું નિર્ણાણ થાય છે.અને ગુજરાતમાં રોજગારી વધે છે. મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે. મુખ્યમંત્રી તેમના આ વિદેશ પ્રવાસ દરમિયાન દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની મુલાકાતથી કરવાના છે. ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પરજ UAEના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજશે.આ ઉપરાંત મુખ્યમંત્રી UAEના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક યોજશે.
મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ કરવાના છે. આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિમંડળ અબુધાબીમાં નિર્માણાધિન બી.એ.પી.એસ મંદિરની તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લેશે. મુખ્યમંત્રીના વડપણ નીચે દુબઇની મુલાકાત પૂર્ણ કરી આ પ્રતિનિધિમંડળ ગુરૂવાર તા. 9મી ડિસેમ્બરે મોડી રાત્રે ગુજરાત પરત આવશે.

