HomeNationalરોહિણી કોર્ટમાં થયો ટીફીન બોમ્બનો ધડાકો એક પોલીસ કર્મી સહીત 2ને...

રોહિણી કોર્ટમાં થયો ટીફીન બોમ્બનો ધડાકો એક પોલીસ કર્મી સહીત 2ને ઈજા

દિલ્હીની રોહિણીકોર્ટમાં ગુરુવારે ફરી એકવાર સમાચારમાં સામે આવી છે થોડા દિવસો પહેંલા આ કોર્ટમાં અંધાધુધ ફાયરીંગની ઘટના બન્યા બાદ હવે તેનાથી પણ મોટી ઘટના સામે આવી છે.રોહિણી કોર્ટમાં અચાનક બ્લાસ્ટ અંગે એનડીટીવી ઇન્ડીયાના અહેવાલ મુજબ આ વખતે કોર્ટમાં કોઈ અજાણ્યા શખ્સે દેશી બોમ્બથી બ્લાસ્ટ કર્યો હતો આ ઘટનામાં બે પોલીસને ઈજા પહોચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.આ બ્લાસ્ટના કારણે ત્યાં એક ખાડો પડી ગયો હતો આ બ્લાસ્ટ એક બેગમાં થયો હોવાનું સામે આવ્યું છે .

આ કોર્ટમાં અગાઉ સપ્ટેમ્બર મહિનમાં ફાયરીંગ ઘટના બની હતી જેમાં એક ગેંગસ્ટરનું પણ મોત થયું હતું આ બનાવ બાદ અહી સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ હતી તેમ છતાં અહી આ રીતે બ્લાસ્ટ થતા ફરી એકવાર કોર્ટમાં સુરક્ષા અંગે પ્રશ્ન ઉભા થયા છે.બ્લાસ્ટની વાત સામે આવી હતી ત્યારે વકીલના લેપટોપમાં આગ લાગી હોય અને તેમાંથી બ્લાસ્ટ થયા હોવાની વાત સામે આવી હતી જોકે દિલ્હી પોલીસ દ્વારા તપાસ કરતા તેમાં ટીફીન બોમ્બ હોવાનું સામે આવ્યું છે.

ઘટના બાદ કોર્ટમાં લાગેલા સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી રહી છે.કે કોર્ટમાં રૂમમાં આ રીતે બોબ્મ બ્લાસ્ટની ઘટનાથી ફરી એકવાર આ ઘટનાથી સુરક્ષા સામે આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW