દેશના પ્રથમ સીડીએસબીપીન રાવત તેમના પત્ની તેમજ અન્ય 11 જવાનના તમિલનાડુમાં હેલીકોપ્ટર ક્રેશ થવાની આકસ્મિક અવસાન થયુ હતું. આ ઘટનાથી દેશભરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ત્યારે આજે મોરબીના યુવા ભાજપ દ્વારા શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલ પ્રતિમાં પાસે મીણબતી પ્રગટાવી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી.તેમજ તમામ શહીદના જયકાર સાથે તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી



