HomeNationalદિલ્લી: CDS બિપીન રાવત, મધુલિકા રાવત સહિત 13 જવાનોના પાર્થિવદેહ દિલ્લી આવ્યાં

દિલ્લી: CDS બિપીન રાવત, મધુલિકા રાવત સહિત 13 જવાનોના પાર્થિવદેહ દિલ્લી આવ્યાં

તામિલનાડુના કુન્નુરમાં ગઈકાલે વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપીન રાવત, તેમની પત્ની મધુલિકા રાવતનું નિધન થયું હતું. તેમજ તેમની સાથે રહેલા અન્ય 13 જવાનો પણ દુર્ઘટનામાં શહીદ થયા હતાં. મોડી રાત્રે સીડીએસ જનરલ બિપીન રાવત, મધુલિકા રાવત સહિતના 13 જવાનોના પાર્થિવ દેહને હર્ક્યુલેસ વિમાન દ્વારા દિલ્લીના પાલમ એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યાં છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જ્યાં સૈન્ય જવાનોએ દેશના પ્રથમ સીડીએસ જનરલ રાવત સહિત તમામને સલામી આપી હતી. તથા રાત્રીના 8.30થી 9 વાગ્યાની વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય દિગ્ગજ નેતાઓ એરપોર્ટ ઉપર પહોંચીને શ્રદ્ધાંજલી અર્પણ કરશે. તેમજ આવતીકાલે સીડીએસ રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર કરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW