અમદાવાદ શહેરના કેડીલા બ્રિજથી નારોલ બ્રિજ સુધી ડ્રેનેજ લાઈનના કામમાં મણિનગર વટવા રેલવે લાઈનના પુશીંગની કામગીરીમાં રેલવે અધિકારીઓના ઇન્સ્પેકશન માટે રૂ.16 લાખની કાર ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના કેડીલા બ્રિજથી નારોલ કોઝી હોટેલ સુધીના રસ્તામાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં મણિનગર-વટવા વચ્ચે આવતી રેલવે લાઈનના પુશીંગ કામગીરી અંગે રેલવેના અધિકારીને સુપરવીઝન અને ઈન્સ્પેકશન માટે સ્થળ પર આવવા જવા રૂ.16 લાખની ઇનોવા કાર ખરીદવા માટે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં મંજૂરી આપવા દરખાસ્ત કરી છે.જયારે પાલિકાના કર્મચારીઓના ફિલ્ડ ડ્યુટી માટે રૂ. 1487ની ભાડાની કાર લેવા માટે બે વર્ષના ટેન્ડરિંગને પણ મંજુરી આપવા સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચામાં લેશે.
પોતાના કર્મચારીઓ માટે ભાડાની કાર લેવા અને રેલવે કર્મીઓના ઇન્સ્પેકશન માટે 16 લાખની ઇનોવા કાર કાયમ માટે ખરીદી આપી દેવાની તૈયારી બતાવતા અમદાવાદ કોર્પોરેશન ઘરના છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યાયને આટો આપવા જેવી કહેવત સાચી પડવા જઈ રહી છે.

