HomeNationalસોશયલ મીડિયામાં હવામાં જ ભડભડ સળગતા હેલીકોપ્ટરનો વીડિયો વાઈરલ, કરાઈ રહ્યો છે...

સોશયલ મીડિયામાં હવામાં જ ભડભડ સળગતા હેલીકોપ્ટરનો વીડિયો વાઈરલ, કરાઈ રહ્યો છે આ દાવો

દેશના સૌપ્રથમ સીડીએસ બિપીન રાવતના નિધનની પુષ્ટી કરવામાં આવી છે ત્યારે સોશયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં એક હેલીકોપ્ટર આકાશમાં જ આગની જ્વાળામાં ફેરવાઈ ગયું હતું અને થોડી વાર તેણે હવામાં ચક્કર મારીને જમીન તરફ નીચે ધસી આવ્યું હતું. જો કે આ વીડિયો જે પ્લેનમાં સીડીએસ બિપીન રાવત બેસીને મુસાફરી કરી રહ્યાં હતાં તે હેલીકોપ્ટરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આ વીડિયો સાચો છે કે કેમ તે અંગેની કોઈ પુષ્ટી કરાઈ નથી.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

દેશના પ્રથમ સીડીએસ બિપીન રાવતના નિધનથી દેશ શોકમાં ગરકાવ થયું છે. સીડીએસ બિપીન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત તેમજ સૈન્યના જવાનો સહિત કુલ 14 લોકો એમઆઈ સીરીઝના આ હેલીકોપ્ટરમાં બેસીને જઈ રહ્યાં હતાં. ત્યારે તામિલનાડુના કુન્નુર નજીક હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. સોશયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક હેલીકોપ્ટર હવામાં ભડભડ સળગવા લાગ્યું હતું. સળગતા હેલીકોપ્ટરમાંથી 3 લોકો કુદકો મારતા પણ જોવા મળી રહ્યાં છે અને અંતે આ સળગતું હેલીકોપ્ટર જમીન ઉપર આવી પડ્યું હતું.

તો બીજા વીડિયોમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે કેટલાક જવાનો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે. જે બિપીન રાવત હોવાનું જણાવી રહ્યાં છે. જો કે આ કોઈ વીડિયો સાચા હોવાનું INDIA EXACT પુષ્ટી કરી રહ્યું નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW