ક્રિકેટ મેચમાં પોતાના અનોખા અંદાજમાં એમ્પાયરિંગ કરી રહેલા એક એમ્પાયરે સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર એના ફોટો અને વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે. આ એમ્પાયર મૂળ મહારાષ્ટ્રના પંઢરપુરના છે. જેનું નામ દીપક નાઈકનવરે છે. જેને લોકો DN રોક સર નામથી ઓળખે છે. એના અલગ અંદાજથી ઈંગ્લેન્ડની ટીમનો પૂર્વ કેપ્ટન માઈકલ વોન પણ પ્રભાવિત થયો છે.

માઈકલ વોને ટ્વિવટર પર દીપકના એમ્પાઈરિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું છે કે એ વાત પાક્કી છે કે, અમે આને ICC એલીટ પેનલમાં જોવા માગીએ છીએ. જોકે, આ એમ્પાયરના વીડિયો સોશિયલ મીડિયા પરથી જોરશોરથી શેર થઈ રહ્યા છે. દીપક પોતાના માથાના ટેકે એમ્પાયરિંગ કરે છે. આવું કરનારા તે દુનિયાના પહેલા એમ્પાયર છે. મેચ દરમિયાન એમ્પાયરિંગનો દરેક અંદાજ ક્રિકેટ પ્રેમીઓને પસંદ પડી રહ્યો છે. આવા અંદાજને ક્રિકેટમાં ખૂબ મુશ્કેલ અને ગંભીર માનવામાં આવે છે. એમ્પાયરિંગમાં દરેક બોલ પર ખૂબ ધ્યાન રાખવું પડે છે.
Surely we need to see this chap join the ICC Elite panel .. 👍🙌🙌 pic.twitter.com/FcugJBgOEn
— Michael Vaughan (@MichaelVaughan) December 5, 2021
પેની પર નજર રાખવાની રહે છે. કારણ કે, એમ્પાયરનો એક ખોટો નિર્ણય પર હાર જીતની નિર્ભરતા હોય છે. આ માટે એમ્પાયરે સાવધાન રહેવાનું હોય છે. આ સાથે તેમણે ખેલાડીઓની સતત અપીલનો પણ સામનો કરવાનું રહે છે. મેચમાં જ્યારે પણ એમ્પાયર ભૂલ કરે છે ત્યારે સૌ કોઈનું ધ્યાન ખેંચાય છે. પણ દીપક નાઈકનવરે પોતાના અનોખા અંદાજથી એમ્પાયરિંગ કરીને સૌને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. દીપકે નાનપણમાં જ નક્કી કરી લીધું હતું કે, દુનિયામાં કંઈક નવું કરવું છે. કોરોના કાળમાં સતત તાણમાં રહેલા લોકોને દીપકની એમ્પારિંગ દિલ ખુશ કરી દેતી હતી.

દીપકે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ક્રિકેટ એમ્પાયરિંગ કરીને લોકોનું મનોરંજન કર્યું છે. એક મેચ દરમિયાન જ્યારે બોલરને વાઈડ બોલ નાંખ્યો તો એમ્પાયર દીપકે પોતાના હાથેથી નહીં પણ વાઈડનો ઈશારો કરવા માટે તેણે માથા ટેકે ઊંચા થઈને પોતાના પગથી વાઈડનો ઈશારો કર્યો હતો. જોકે, ખાસ વાત એ છે કે, આવા ઈશારાઓ કરવા માટે અને મનોરંજન કરવા માટે કોઈ પ્રકારની ખાસ ટ્રેનિંગ લીધી નથી.

