મોરબીના નવલખી રોડ પર ધક્કાવાડી મેલડી માતાજી મંદિર પાસે મગળવારે રાત્રે કૌટુંબિક પ્રશ્ને ત્રણ શખ્સોએ એક યુવાન સાથે ઝઘડૉ કરી તેના પર લાકડી વડે હુમલો કર્યો હતો.આ બનાવમાં યુવકને ગંભીર ઈજા પહોચતા પ્રથમ મોરબી બાદ રાજકોટની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ યુવકનું આજે મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગેની જાણ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ હોસ્પીટલ દોડી ગઈ હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીના સામાંકાઠા વિસ્તારમાં રહેતા ભરતભાઈ કરશનભાઇભાઈ સોલંકી તેમના ભત્રીજા મહેશ અશોકભાઈ મકવાણા મંગળવારે નવલખી રોડ પર આવેલ ધક્કાવાડી મેલડી મંદિર પાસે ઉભા હતા તે દરમિયાન રાજકોટ જીલ્લાના જેતપુર નવાગઢ ગામમાં રહેતા પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી,અર્જુન પ્રકાશભાઈ ગોસ્વામી ,કિશન કાળુભાઈ નામના ત્રણ શખ્સ સાથે કૌટુંબિક વિવાદ મુદે બોલાચાલી થઇ હતી.જે બાદ આરોપીઓએ તેના મહેશ મકવાણાને ગંભીર ઈજા થતા પ્રથમ મોરબી હોસ્પિટલમાં સારવાર આપી હતી જોકે સ્થિતિ કથળતા તેને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જેમાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ રાજકોટ ખાતે દોડી ગઈ હતી અને મૃતકના પરિવારના નિવેદન લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

