HomeGujaratગિફ્ટ સીટીમાં વિદેશી ટેલેન્ટને આકર્ષવા દારૂબંધી થશે હળવી, મેનેજમેન્ટે કરી માગ

ગિફ્ટ સીટીમાં વિદેશી ટેલેન્ટને આકર્ષવા દારૂબંધી થશે હળવી, મેનેજમેન્ટે કરી માગ

દેશ વિદેશમાંથી ટેલેન્ટને આકર્ષવા માટે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે. અહીંયા આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ અને ટેક્નોલોજી કંપનીઓને આકર્ષવા માટે રાજ્ય સરકાર દારૂબંધીના નિયમોમાં છુટછાટ આપવા માટે વિચારી રહી છે. ગિફ્ટ સિટીમાં ઈવનિંગ સોશયલ લાઈફ ઓફર કરવા માટે સત્વરે નિર્ણય લેવામાં આવશે તેમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છુટછાટ આપવાની દરખાસ્ત યોગ્ય સમયે આવી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે. કારણ કે કેન્દ્ર સરકાર પણ તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. અહીંયા દેશનું પહેલું ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસ સેન્ટર પણ આવેલું છે. ગત 27 સપ્ટેબર, 2020ના રોજ ગિફ્ટ સિટીના મેનેજમેન્ટ દ્વારા આ અંગેનો પત્ર નશાબંધી અને આબાકારી વિભાગના સુપ્રિટેન્ડેટને લઈ ગિફ્ટ સિટી સેઝમાં દારૂબંધીમાં છુટછાટ કરવાની માગ કરાઈ છે.

વર્તમાન કાયદા અનુસાર રાજ્યમાં બહારથી આવનારા પ્રવાસીઓને લીકર પરમીટ ઈશ્યુ કરાઈ રહી છે. સેઝમાં પણ વર્તમાન નોટિફિકેશન અનુસાર ત્યાં રહેતા રહીશોને લીકર પરમીટ મળે છે. પરંતુ અન્ય રાજ્યોની સરખામણીએ તેમાં ભિન્નતા પ્રવર્તાઈ રહી છે. તેવામાં ગિફ્ટ સિટી જેવા ક્ષેત્રમાં ઈવનિંગ સોશયલ લાઈફ ઊભી કરવા માટે લીકરબાર તથા વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉભી કરીને દેશ તેમજ વિદેશમાંથી ટેલેન્ટને રાજ્યમાં આકર્ષિત કરવા માટે ગિફ્ટ સિટીમાં આ પ્રકારનું અલગ કલ્ચર ઉભુ કરવું જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW