HomeGujaratસુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં દાખલારૂપ ચુકાદો સંભળાવતા આરોપીને ફાંસીની...

સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં દાખલારૂપ ચુકાદો સંભળાવતા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી

સુરત,મંગળવાર

   સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં દાખલારૂપ ચુકાદો સંભળાવતા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સુરત સેશન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા સંભળાવતા આ ચુકાદો ઐતિહાસિક બની ગયો છે, સુરત સેશન્સ કોર્ટે આરોપી ગુડડું યાદવને દોષિત ઠેરવ્યો હતો.પોક્સો ગુના હેઠળ આરોપીની ધરપકડ કરાઈ હતી. 29દિવસમાં ફાંસી મળતાની સાથે આ કેસનો ચુકાદો ઐતિહાસિક બન્યો છે. અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાના કેસમાં ઈતિહાસમાં ક્યારેય આટલો ઝડપી ચુકાદો આવ્યો નથી. સરકારી વકીલ નયન સુખડવાલા મુજબ, આ ગુજરાતના ઈતિહાસનો સૌથી ઝડપી ચુકાદો છે. ઉલ્લેખનીય છે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટ એ બાળકોનું જાતીય શોષણ અટકાવવા માટે બનાવવામાં આવેલો કાયદો છે આ કાયદો 2012 માં લાગુ કરવામાં આવ્યો હતો.

  સુરતમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. બાળકીનું ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. ઘરથી થોડા અંતરે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરી હતી. 3 દિવસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે 246 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે હવે આ મામલે સરકારી વકીલ નયન સુખડવાલાએ નિવેદન આપ્યું હતું કે આરોપીએ એ પણ જોયું નથી આ બાળકી છે. આથી ફાંસીની સજાની માંગ મળવી જોઈએ એવી માંગ કરવામાં આવી હતી. લગભગ 7 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બન્ને પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે સજા સંભળાવી હતી. ઝડપી ચુકાદામાં યોગ્ય ન્યાય બાળકીને મળે તે માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ પણ આ કેસ ઝડપથી ચાલે અને ન્યાય મળે બાળકીને તે માટે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.

   ભોગ બનનાર અઢી વર્ષની બાળકીની માતાએ ચુકાદાને આવકાર્યો હતો. કોર્ટ પરિસરમાં બાળકીની માતા રડી પડી હતી. રડતી આંખે બાળકીની માતાએ કહ્યું હતું કે,’સાહેબ ન્યાય મિલા, બહુત મદદ કી’. ઝડપી ન્યાયને પણ તેણીએ આવકાર્યો હતો. આરોપીને વધુમાં વધુ સજા મળે એવી માગ કરતા સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાએ કરતાં કહ્યું હતું કે, 99 ટકા લોકો ઈચ્છે કે, આ બર્બરતાપૂર્ણ કૃત્યની સજા ફાંસીથી ઓછી ન હોય શકે. 4થી નવેમ્બરના રોજ દિવાળીની રાત્રે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ અને બળાત્કાર કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. મૂળ બિહારના જહાનાબાદના વતની અને આરોપી ગુડ્ડુકુમાર મધેશ યાદવે બાળકી પર બળાત્કાર અને હત્યા કરી મૃતદેહને ત્યાંના ઝાડી ઝાખરામાં નાંખી દીધો હતો. પાંડેસરા પોલીસે અપહરણ બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.

   આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’બોલી ઉઠયા હતા. આરોપી ગુડ્ડકુમાર યાદવ પીડિત બાળકીનો પાડોશી હતો. આરોપી ગુડ્ડકુમાર યાદવ પણ બે સંતાનનો પિતા છે. આરોપી સેક્સ મેનિયાક હોવાનું સાબિત થયું હતું. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી 149 પોર્ન વીડિયો મળ્યા હતા. મોબાઇલ દુકાનના માલિક સાગર શાહની પણ ધરપકડ કરાઇ હતી. સાગર પોર્ન વીડિયો ડાઉનલોડ કરી મેમરી કાર્ડ ભરી આપતો હતો. સાગર શાહ સામે IPC કલમ 292 હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW