નવી દિલ્હી, સોમવાર
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાંથી ઘણા મહત્વના ખેલાડીઓને બ્રેક આપ્યો હતો. જેમાં રોહિત શર્મા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓના નામ સામેલ છે. સાઉથ આફ્રિકા પ્રવાસને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને આ બ્રેક મળ્યો, જેથી તેઓ પોતાની જાતને ફ્રેશ કરી શકે.
વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અને T20 ટીમના કેપ્ટન રોહિત શર્મા આ મહત્વપૂર્ણ પ્રવાસ પહેલા મળેલા બ્રેકનો આનંદ માણી રહ્યા છે. રોહિત શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો મૂક્યો છે. આમાં ઋષભ પંત બોટ ચલાવી રહ્યો છે અને રોહિત શર્મા તે બોટમાં સવાર છે.રોહિત શર્માની કેપ્ટનશીપ ન્યુઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં જોવા મળી હતી. પૂર્ણ-સમયના T20 કેપ્ટન તરીકેની પહેલી જ શ્રેણીમાં તેણે ભારતને 3-0થી જીત અપાવ્યું હતું. રોહિત શર્માએ પોતે આ ત્રણ મેચમાં બે અડધી સદીની મદદથી કુલ 159 રનનું યોગદાન આપ્યું હતું. આ શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

