મુંબઈ, સોમવાર
પાકિસ્તાનના સૌથી ફેમસ અને હેન્ડસમ હંક એક્ટર ફવાદ ખાને પોતાનો 40મો જન્મદિવસ ખાસ રીતે સેલિબ્રેટ કર્યો. તેના જન્મદિવસના ખાસ અવસર પર, ફવાદ ખાન દુબઈમાં તેના પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કરતો જોવા મળ્યો હતો. ફવાદના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા કિશોર કુમારનું ગીત ગાતો જોવા મળી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફવાદ ખાન યાટ પર મિત્રો સાથે તેના જીવનનો શ્રેષ્ઠ સમય વિતાવી રહ્યો છે. ફવાદ તેના જન્મદિવસના અવસર પર કિશોર કુમારનું લોકપ્રિય ગીત ‘દિલબર મેરે કબ તક મુઝે…’ ગાઈ રહ્યો છે અને તેની સાથે હાજર તેના મિત્રો પણ અભિનેતાના ગીતની ખૂબ મજા લેતા જોવા મળે છે.ફવાદે દુબઈમાં પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેની પ્રેમાળ પત્ની સદફ ફવાદ ખાન પણ તેની સાથે હાજર હતી. ફવાદના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફવાદની એક્ટિંગ બાદ હવે ફેન્સ તેની સિંગિંગના પણ દિવાના થઈ રહ્યા છે.

